Saurashtra Bhoomi News

ન્યૂયોર્ક ટાઈમ્સનાં તંત્રીલેખ અંગે ભારત સરકારે વાંધો ઉઠાવ્યો

Want create site? Find Free WordPress Themes and plugins.

યોગી આદિત્યનાથને યુપીના મુખ્યમંત્રી બનાવવા ઉપર અમેરિકાના ન્યૂયોર્ક ટાઈમ્સ (દ્ગરૂ્‌)માં છપાયેલા સંપાદકીય લેખ ઉપર સરકારે સવાલ ઉઠાવ્યાં છે. ન્યૂયોર્ક ટાઈમ્સનાં તંત્રીલેખમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યુપીના મુખ્યમંત્રી તરીકે યોગીની પસંદગી ઉપર આલોયના કરવામાં આવી છે. આ આલોચનાના જવાબમાં સરકારે આકરું વલણ અપનાવીને અખબારની સમજ પર સવાલ ઉઠાવ્યાં છે. સરકારનું કહેવું છે કે આ પ્રકારનો સંપાદકીય લેખ લખવો અને છાપવો તે અખબારની બુદ્ઘિમતા ઉપર શંકા પેદા કરે છે.
વિદેશ મંત્રાલયના પ્રવકતા ગોપાલ બાગલેએ જણાવ્યું કે તમામ સંપાદકીય અને વૈચારિક લેખ વ્યકિતલક્ષી હોય છે. ન્યૂયોર્ક ટાઈમ્સમાં છપાયેલો સંપાદકીય લેખ પણ આ પ્રકારનો જ છે. દેશ કે દુનિયામાં કયાંય પણ લોકશાહી પ્રણાલી અને તેના જનાદેશ ઉપર શક કરવાની સમજ પોતાનામાં જ એક શંકાસ્પદ છે.
અત્રે જણાવવાનું કે હિન્દુ કટ્ટરવાદીઓ માટે મોદીનો ખતરનાક પ્રેમ શિર્ષકથી છપાયેલા તંત્રીલેખમાં વડાપ્રધાન મોદીની આકરી ટીકા કરવામાં આવી છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.