આધારકાર્ડ નહી હોય તો મોબાઈલ પણ બંધ થઈ જશે કોઈપણ સરકારી યોજનાનો લાભ નહી મળે

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

દેશમાં આધાર કાર્ડ વિના જીવવું ટૂંક સમયમાં લગભગ મુશ્કેલ બની જશે. આધાર કાર્ડ વિના સરકારી સુવિધા મળવાનું થોડા મહિનામાં જ બંધ કરી દેવાશે. તેથી મોબાઇલ નંબરને પણ આધાર નંબર સાથે જોડવાનું અનિવાર્ય બનાવવાનો નિર્ણય લેવાયો છે. દૂરસંચાર મંત્રાલયે આ અંગે તમામ સરકારી અને બિનસરકારી દૂરસંચાર કંપનીઓને નોટિસ પાઠવી છે. જે લોકો પોતાના મોબાઇલ નંબરને આધાર નંબરની સાથે નહિ જોડે તેનો મોબાઇલ દૂરસંચાર કંપનીઓ બંધ કરશે. આ નિયમ પ્રી-પેડ અને પોસ્ટપેડ બંને નંબરને લાગુ પડશે.
દૂરસંચાર કંપનીઓને બધા મોબાઇલ નંબરની કેવાયસી કામગીરી ફરી હાથ ધરીને તેને આધાર કાર્ડની સાથે જોડવાનો આદેશ અપાયો છે. જે મોબાઇલ નંબરને આધાર કાર્ડની સાથે જોડવામાં નહિ આવ્યા હોય તેને ૨૦૧૮ની તા.૬ ફેબ્રુઆરી પછી બંધ કરી દેવાશે. દૂરસંચાર વિભાગે સર્વોચ્ચ અદાલતના સંબંધિત આદેશ બાદ તા.૨૩ માર્ચે આ હુકમ કર્યો હતો. દૂરસંચાર મંત્રાલયે નિયામક ‘ટ્રાઇ’, યુઆઇડીએઆઇ, વડા પ્રધાનની કચેરી સહિતના અનેક વિભાગના પ્રતિનિધિઓની બેઠક યોજી હતી અને તેમાં સર્વોચ્ચ અદાલતના સંબંધિત આદેશના  અમલ અંગે ચર્ચા કરી હતી.
દૂરસંચાર કંપનીઓને સંબંધિત સંપૂર્ણ કામગીરી ૨૦૧૮ની તા. ૬ફેબ્રુઆરી પહેલાં પૂર્ણ કરવાની સૂચના અપાઇ હતી. દેશના જે નાગરિક પાસે આધાર કાર્ડ નહિ હોય તેઓને ૨૦૧૭ની ૩૦મી જૂન પછી ૮૪ સરકારી યોજનાનો લાભ નહિ મળે. આધાર કાર્ડને સરકારની મહ¥વની અનેક યોજના સાથે જોડવામાં આવ્યા છે. મધ્યાહ્ન ભોજન યોજના અને સર્વ શિક્ષા અભિયાનનો લાભ મેળવવા માટે પણ આધાર કાર્ડ હોવું જરૂરી બનશે. જે લોકોની પાસે આધાર કાર્ડ હજી નથી તેઓ તા.૩૦ જૂન સુધીમાં બનાવી લેશે તો ફાયદામાં રહેશે.
જે બાળકોના આધાર કાર્ડ નથી તેઓનો આધાર એનરોલમેન્ટ શાળાઓ દ્વારા જ કરાવાશે અને આ કામ તા.૩૦ જૂન સુધીમાં પૂર્ણ કરાશે. આ કાર્ય પૂર્ણ થયા બાદ કોઇપણ બાળક મધ્યાહન ભોજનથી વંચિત નહિ રહે. સરકારની અંદાજે ૮૪ યોજના માટે આધાર કાર્ડ અનિવાર્ય બનશે. અગાઉ, સરકારની ૩૪ યોજના માટે આધાર કાર્ડ જરૂરી બનાવાયા હતા. તેમાં રાષ્ટ્રીય સામાજિક સહાયતા કાર્યક્રમ અને દીનદયાળ અંત્યોદય યોજનાનો સમાવેશ થાય છે. રાંધણગેસની કિંમતમાં આર્થિક રાહત મેળવવા અને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રેશન મેળવવા આધાર કાર્ડ આવશ્યક છે.  સામાજિક ન્યાય મંત્રાલયે પણ ૬ શિષ્યવૃત્તિ યોજના માટે આધાર કાર્ડ ફરજિયાત બનાવ્યા છે

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 4 = 1

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud