જૂનાગઢ ભકતકવિ નરસિંહ મહેતાં યુનિવર્સિટીનું બી.કોમ અને બી.એસ.સી.નું કંગાળ પરિણામ આવ્યું હતું અને જેને લઈ વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો હતો. ત્યારબાદ ભકતકવિ નરસિંહ મહેતાં યુનિવર્સિટી દ્વારા નવેમ્બર-ડિસેમ્બર ર૦૧૬માં લેવામાં આવેલી બી.એચ.સી.(એફએસ), બી.એસ.સી.(આઈટી), બી.એસ.સી.(એચ.સી), પીજીડીસીએ અને બીજેએમસી સેમેસ્ટર-૧ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે આ પાંચ વિષયનાં જાહેર થયેલાં પરિણામમાં પીજીડીસીએનું કંગાળ પરિણામ આવ્યું છે.