Saurashtra Bhoomi News

દુબઈમાં ભારત – પાક. ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવા વિચારણા

Want create site? Find Free WordPress Themes and plugins.

દૂબઈમાં ભારત -પાક. ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજવાનો તખ્તો ગોઠવાઈ રહયો છે. બીસીસીઆઈએ આ અંગે ગૃહ મંત્રાલયને પત્ર લખીને  પાકિસ્તાન સામે ક્રિકેટ શ્રેણીના આયોજન માટે  મંજુરી માંગી છે.   બીસીસીઆઈનુ કહેવુ છે કે આઈસીસીના ફ્યુચર ટુર એન્ડ પ્રોગ્રામ ૨૦૧૪ અંતર્ગત ટેસ્ટ રમતા તમામ દેશોએ એકબીજા સામે દ્વિપક્ષીય શ્રેણી રમવી ફરજીયાત છે. જા કે ભારત પાકિસ્તાન સાથેના તનાવના કારણે છેલ્લા ચાર વર્ષથી પાકિસ્તાન સામે કોઈ જ દ્વિપક્ષીય શ્રેણી રમ્યુ નથી. વર્ષ ૨૦૧૬માં શશાંક મનોહરની અધ્યક્ષતામાં પણ બીસીસીઆઈએ પાકિસ્તાન સામે શ્રેણી રમવા સરકારની મંજુરી માંગી હતી.  જાકે બન્ને દેશો વચ્ચે તનાવ અને ભારતમાં થઈ રહેલ સતત આતંકવાદી હુમલાઓના પગલે આ શ્રેણીનુ આયોજન શક્ય બન્યુ નહતું. ત્યારે બીસીસીઆઈએ ફરી એકવખત આ શ્રેણી રમવાની મંજુરી મેળવવા માટે ગૃહ મંત્રાલય સમક્ષ મંજુરી માંગી છે.  આ વખતે ભારતીય ક્રિકેટ ટીમે દુબઈમાં રમવાની યોજના તૈયાર કરી છે. પાકિસ્તાનમાં અત્યારે કોઈ આંતરરાષ્ટ્રીય મેચોનુ આયોજન કરવામાં આવતુ નથી, જેથી પાકિસ્તાન પોતાના હોમગ્રાઉન્ડની તમામ મેચોનુ આયોજન દુબઈમાં કરે છે. બીસીસીઆઈ આ શ્રેણી સપ્ટેમ્બરથી નવેમ્બર વચ્ચે રમવા માંગે છે. જાકે, હજી આ મામલે સરકાર તરફથી કોઈ જ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

Did you find apk for android? You can find new Free Android Games and apps.