Saurashtra Bhoomi News

આધારકાર્ડમાં ઓળખનાં ખોટા પુરાવા આપનારને ત્રણ વર્ષની સજા થશે

Want create site? Find Free WordPress Themes and plugins.

નવી દિલ્હી તા. ર૯ આધારકાર્ડ કઢાવવા માટે દિલ્હીમાં એક યુવકે પોતાના ઓરિજીનલ નામ સાથેના દસ્તાવેજો રજૂ કર્યા અને ત્યારબાદ બીજા દિવસે નોઈડા ખાતે તેણે બીજા ફેક નામથી એટલે કે બનાવટી ડ્રાઈવિંગ લાયસન્સના આધારે આધારકાર્ડમાં નામ નોંધાવ્યું અને હવે સ્થિતિ એવી સર્જાય છે કે આ યુવાને જીવનભર પોતાના ફેક નામથી જ જીવવું પડશે.
કહેવાનું તાત્પર્ય એ છે કે આધારકાર્ડ કઢાવવા માટે જો કોઈ ખોટું આઈડી કે ખોટા દસ્તાવેજો આપશે તો આખી જીંદગી તેણે પોતાના ખોટા નામ સાથે જ જીવવું પડશે અને તેના પાનકાર્ડ, બેન્ક એકાઉન્ટ, વોટર આઈડી કાર્ડ અને સ્કૂલ સર્ટિફીકેટમાં પણ ખોટું નામ જ નખાવવું પડશે. આધાર એક્ટની જોગવાઈઓ મુજબ એક સાથે બે જગ્યાએ અથવા અલગ અલગ બે સ્થળે ખોટી માહિતી આપીને આધારકાર્ડ કઢાવવાનો પ્રયાસ કરવા સબબ ત્રણ વર્ષની જેલસજાની પણ જોગવાઈ છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.