જૂનાગઢમાં ચેટીચંડ પર્વની ઉજવણી વિવિધ કાર્યક્રમો યોજાયા

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ સમસ્ત સિંધી સમાજ સુરક્ષા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સિંધી નૂતન વર્ષ ચેટીચંડ મહોત્સવની ઉજવણી કરવા માટે વિવિધ કાર્યક્રમો ગઈકાલે ઉત્સાહભેર યોજવામાં આવ્યા હતાં. ચેટીચંડની ઉજવણી અંતર્ગત ગઈકાલે તા. ર૯-૩-ર૦૧૭ ના રોજ દાતાર રોડ Âસ્થત માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતે સાંજે ૬ કલાકે સામુહિક સમસ્ત સિન્ધી સમાજનું સ્નેહમિલન, જ્ઞાતિના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમજ  સમસ્ત સિંધી સમાજના પરિવારજનો માટે મહાપ્રસાદ તેમજ ભોરાણો સાહેબનું સ્થાપન, મહાઆરતી અને સૌરાષ્ટ્રના ખ્યાતનામ ગાયકો સુખધામ મંડળીના ગરીભાઈ વીઘાણી તેમજ તેમની ઓરકેસ્ટ્રાની ટીમ સાથે ગીત સંગીતના રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો.ચેટીચંડની ભવ્ય ઉજવણીમાં ગઈકાલે તા. ર૯-૩-૧૭ ના રોજ જૂનાગઢ માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતે મહાપ્રસાદનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.સિંધી સમાજનાં અગ્રણી, આગેવાનો, મહાનુભાવો ખાસ ઉપÂસ્થત રહ્યાં હતા આયોજકો તરફથી કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

33 − 24 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud