મે મહિનામાં મોદી સરકારનાં ત્રણ વર્ષ પુરા થશે સિધ્ધીઓનાં પ્રચાર માટે વ્યાપક અભિયાન ચલાવાશે

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

આગામી મે મહિનામાં નરેન્દ્ર મોદીની સરકાર ત્રણ વર્ષ પુર્ણ કરી રહી છે ત્યારે મોદી સરકારની સિÂધ્ધઓનાં પ્રચાર માટે વ્યાપક જન અભિયાન ચલાવવામાં આવશે તેવું મોદી સરકારનાં ટોચનાં સુત્રોને ટાંકતા અહેવાલમાં જણાવાયું છે. મોદી સરકાર ભ્રષ્ટાચાર મુકત છે તે બાબતને કેન્દ્રસ્થાને રાખવામાં આવશે. બે વરિષ્ઠ મંત્રીઓ-વેંકૈયા નાયડુ અને પીયૂષ ગોયલને વર્ષગાંઠ નિમિત્તે ખાસ સંદેશ તૈયાર કરવાનું કામ સોંપાયું છે. કોંગ્રેસના નેજા હેઠળ યુપીએ સરકારની કામગીરી અને એનડીએ સરકારની કામગીરીને સરખાવવા માટે દરેક મંત્રાલયની સરખામણી રજૂ કરાશે. જેમાં ભ્રષ્ટાચાર રહિત વહીવટ ઉપર સરકારે મૂકેલા ભારને ખાસ હાઈલાઈટ કરાશે. સરકારની યોજનાથી વાકેફ વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે ઉત્તર પ્રદેશમાં ભાજપને પ્રચંડ બહમતી મળી તેને નરેન્દ્ર મોદીનાં નોટબંધીનાં પગલાંને સમર્થન તરીકે જોવામાં આવે છે. તેનાથી સરકાર એવો પ્રચાર કરી શકશે કે નોટબંધીએ ભ્રષ્ટાચાર સામેનું પગલું હતું. અધિકારીઓએ કહ્યું કે એનિવર્સરી મેસેજમાં નોટબંધીનો વિગતવાર ખુલાસો આપવામાં આવશે. નોટબંધી વિશે અત્યાર સુધી જે ખોટી માન્યતાઓ છે તે દૂર કરવામાં આવશે. બ્લેક મનીને નાબૂદ કરવામાં મદદ મળી હોય તેવી મોદી સરકારની સ્કીમ્સ ઓળખવા માટે મંત્રાલયને જણાવ્યું છે. આ ઉપરાંત યુવાનો, મહિલાઓ, ખેડૂતો, સિનિયર સિટિઝન્સ, વિકલાંગો માટે સરકારની યોજના વિષે માહિતી આપવા તમામ મંત્રાલયોને જણાવવામાં આવ્યું છે. એનડીએ સરકારની પાંચ વર્ષની ટર્મમાંથી અડધો સમય પસાર થઈ ગયો છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

48 − 46 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud