ઉત્તરપ્રદેશમાં જબલપુર – નિઝામુદીન ટ્રેન પાટા ઉપરથી ખડી પડી ર૦૦ મુસાફરો ઈજાગ્રસ્ત

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

ઉત્તરપ્રદેશમાં આજે સવારે વધુ એક ટ્રેન દુર્ઘટના સર્જાતા તંત્ર સાબદું થઈ ગયું છે. આ વખતની દુર્ઘટનામાં પણ ત્રાસવાદી કૃત્ય છે કે નહી તે અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી પરંતુ દુર્ઘટનાનાં કારણોની તપાસ માટે સુરક્ષા એજન્સીઓ અને રેલ્વે તંત્રએ કાર્યવાહી શરૂ કરી દીધી છે.
અહેવાલો મુજબ ઉત્તરપ્રદેશમાં ટ્રેન દુર્ઘટનાનો દોર જારી રહ્યો છે. આજે સવારે જબલપુર-મિજામુદ્દીન મહાકૌશલ એક્સપ્રેસ ટ્રેન પાટા ઉપરથી ખડી પડ્યા બાદ તંત્રમાં ભારે ભાગદોડ મચી ગઇ હતી. મધ્યપ્રદેશના જબલપુરથી દિલ્હીના નિઝામુદ્દીન સ્ટેશન વચ્ચે દોડતી મહાકૌશલ એક્સપ્રેસ રાત્રે અંદાજે ૨ઃ૩૦ વાગ્યાની આસપાસ મહોબા જિલ્લાના કુલપહાડ રેલવે સ્ટેશન પાસે પહોંચી ત્યારે આ અકસ્માત થયો હતો. ટ્રેનના છેલ્લા આઠ ડબ્બા પાટા પરથી ઉતરી ગયાનું કહેવાય છે. જેમાં ત્રણ એસી ડબ્બાઓનો પણ સમાવેશ થાય છે. બચાવ અને રાબત કામગીરી હાથ ધરવામાં આવી હતી. જબલપુર-નિજામુદ્દીન એક્સપ્રેસ ટ્રેન  સવારકમાં – મહોબા રેલ્વે સ્ટેશન નજીક ખડી પડતા ઓછામાં ઓછા ૨૦૦ મુસાફરોને ઇજા થઇ હતી. જે પૈકી ૧૦ની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. ઇજાગ્રસ્ત તમામ લોકોને સારવાર માટે હોÂસ્પટલમાં ખસેડી દેવામાં આવ્યા હતા. મહોબાના એસપી ગૌરવ સિંહે માહિતી આપતા કહ્યુ હતુ કે મહોબા અને કુલપહાડ રેલવે સ્ટેશન વચ્ચે આ બનાવ બન્યો હતો. તેમણે કહ્યુ હતુ કે ઓછામાં ઓછા ૬ ડબ્બા પાટાથી ખડી પડ્યા હતા. સુપા ગામ નજીક બનાવ બન્યા બાદ તરત જ પોલીસ ટીમ અને બચાવ ટીમ પહોંચી હતી.તેમણે કહ્યુ હતુ કે ગંભીર રીતે ઘાયલ થઇ ગયેલા ૧૦ લોકોને મહોબાની ખાનગી હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે તરત જ સ્થળ ઉપર પહોંચી જવા માટે રાજ્યના ગૃહ પ્રધાન સિદ્ધાર્થ નાથને આદેશ કર્યો હતો. બીજી બાજુ  આરોગ્ય પ્રધાને કહ્યુ હતુ કે તેઓ વ્યÂક્તગતરીતે બચાવ અને રાહત કામગીરી ઉપર નજર રાખી રહ્યા છે. ૩૦ તબીબો અને ૨૧ એમ્બુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. સમગ્ર Âસ્થતી પર નજર રાખવામાં આવી રહી છે.  તાજેતરમાં ઉત્તરપ્રદેશમાં ટ્રેન અકસ્માતોનો સિલસિલો જારી રહ્યો છે. સગાસંબંધી માહિતી મેળવી શકે તે માટે બે હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવી રહ્યા છે. જે ડબ્બા પાટા ઉપરથી ખડી પડ્યા હતા તેમાં ત્રણ એસી અને ત્રણ જનરલ કોચનો સમાવેશ થાય છે. વરિષ્ઠ વહીવટી અને રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને Âસ્થતી ઉપર નજર રાખી રહ્યા છે. અકસ્માતના કારણને જાણવા માટે પોલીસ દ્વારા અને રેલવે દ્વારા તપાસનાં આદેશો જારી કરવામાં આવ્યા છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

35 − = 27

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud