અયોધ્યા કેસની વહેલી સુનાવણી કરવાનો સુપ્રિમ કોર્ટનો ઈન્કાર

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

 અત્યંત સંવેદનશીલ અયોધ્યા કેસની વહેલી સુનાવણી કરવાનો દેશની સર્વોચ્ચ અદાલતે ઈન્કાર કરી દીધો છે આજે આ અંગેની સુનાવણી હાથ ધરતા સુપ્રિમ કોર્ટે ભાજપનાં વરીષ્ઠ નેતા અને એડવોકેટ સુબ્રમણ્યમ સ્વામીની અરજીને ફગાવી દેતા એવું જણાવ્યું હતું કે અયોધ્યા કેસની સુનાવણી વહેલી નહી થાય, અમારી પાસે સમય નથી તેમજ સુબ્રમણ્યમ સ્વામી આ કેસમાં પક્ષકાર નથી તેથી તેમની અરજી હાથ ઉપર લેવામાં કોઈ ઔચિત્ય નથી તેમ કહીને નામદાર સુપ્રિમ કોર્ટે અયોધ્યા કેસની વહેલી સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો પરંતુ મધ્યસ્થી કરવાની બાબતનો આજે સુપ્રિમ કોર્ટમાં કોઈ જ ઉલ્લેજ થયો હતો નહી. બીજી તરફ સુપ્રિમ કોર્ટનાં આદેશ બાદ સુબ્રમણ્યમ સ્વામીએ એવું ટવીટ કર્યુ હતું કે, આ અંગે હવે તેઓ બીજા માર્ગ અપનાવશે. જયારે સુપ્રિમ કોર્ટમાં અયોધ્યા કેસનાં એક મુખ્ય પક્ષકાર ઈકબાલ અન્સારીએ એવું જણાવ્યું હતું કે, સુપ્રિમ કોર્ટની બહાર મધ્યસ્થીથી ઉકેલ આવવાની કોઈ શકયતા જણાતી નથી તેથી સુપ્રિમ કોર્ટ જે ચુકાદો આપશે તે માન્ય રહેશે. જયારે અયોધ્યાનાં સ્થાનિક સંતોએ આ અંગે મિશ્ર પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે, સુપ્રિમ કોર્ટની બહાર સમાધાન માટે કોઈ રસ્તો નીકળવાની તેમને આશા છે પરંતુ બધા પક્ષકારો તે માટે તૈયાર હોવા જાઈએ જયારે સુન્ની વકફ બોર્ડનાં વકીલ અનૂપ ચૌધરીએ એવું જણાવ્યું હતું કે, અયોધ્યા મામલાની વહેલી સુનાવણી માટે સુબ્રમણ્યમ સ્વામીએ જે અરજી આપી હતી તે અંગે કોર્ટને સ્વામીનાં પક્ષકાર નહી હોવા અંગે જાણકારી ન હતી પરંતુ ગઈકાલે સુન્ની વકફ બોર્ડે આ અંગે અદાલતનું ધ્યાન ખેચ્યું હતું ત્યારબાદ સુપ્રિમ કોર્ટે સુબ્રમણ્યમ સ્વામીની અરજીને ફગાવી દેવાનું વલણ અપનાવ્યું હતું

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 3 = 3

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud