ફિલ્મ બાહુબલી-૨ના વિષયને સુરક્ષિત બનાવવા નિર્માતાઓએ કમર કસી

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

 ‘બાહુબલી’નાં નિર્માતા હાલમાં પોતાની ફિલ્મને લઇ ખુબ ચિંતામાં છે અને આ જ કારણે ફિલ્મ નિર્માતાઓએ ફિલ્મનાં વિષયને સુરક્ષિત રાખવા માટે પોતાની કમર કસી લીધી છે. ડાયરેક્ટર એસએસ રાજામૌલી ખાસ ધ્યાન ધરી રહ્યા છે કે ફિલ્મનાં એડિટિંગ સમયે ફિલ્મની એડિટ ટીમ સીવાય ત્યાં કોઇ બીજૂ હાજર ન રહે.
માત્ર આટલુ જ નહી, ફિલ્મની એડિટ ટીમ પર સીસીટીવીનાં માધ્યમથી ખાસ નજર પણ રાખવામા આવી રહી છે અને ઓફીસથી નિકળતા સમયે એડિટ ટીમની તપાસ પણ કરવામાં આવી રહી છે. જેના પછી તેમને બિÂલ્ડંગથી બહાર જવાની પરવાનગી આપવામાં આવી રહી છે. કેટલીક વાર તો એડિટ ટીમને આખો દિવસ ઓફિસમાં જ વિતાવવો પડી રહ્યો છે. રાજામૌલી પોતે વ્યÂક્તગત રીતે એડિટ પર ધ્યાન આપી રહ્યા છે અને બની શકે તેટલો સમય તેઓ પોતાની એડિટ ટીમ સાથે વીતાવી રહ્યા છે. ‘બાહુબલી-૨’ની સુરક્ષાને ધ્યાનમાં લઇ રાજામૌલીએ ફિલ્મનાં કલાકારોને એવી પણ સલાહ આપી છે કે, તેઓ પોતાના પરિવારજનો સાથે પણ ફિલ્મ સાથે જાડાયેલ કોઇ જાણકારી શેર ના કરે. ‘બાહુબલી-૨’ ફિલ્મનું ટ્રેલર ઇન્ટરનેટ પર છવાયેલ છે સાથે જ આ ટ્રેલરે ઇંડિયામાં અત્યાર સુધીમાં સૌથી વધારે દેખાવાનોનો ખિતાબ પણ પોતાના નામે કરી લીધો છે. ફિલ્મમાં પ્રભાસ અને રાણા દગ્ગુબાતી સાથે-સાથે અનુષ્કા શેટ્ટી અને તમન્ના ભાટિયા, સત્યરાજ અને રામ્યા કૃષ્ણન પણ મુખ્ય ભૂમિકામાં છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

38 − 36 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud