કુલભૂષણને ફાંસીએ લટકવા નહીં દેવામાં આવે ; રાજનાથ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

ભારતીય પૂર્વ નેવી અધિકારી કુલભૂષણ જાધવને પાકિસ્તાનમાં ફાંસી આપવાનો મામલો આજે સંસદમાં ઉઠવા પામ્યો છે. કોંગ્રેસ સાંસદ શશી થરુરે આ મામલે સરકાર સમક્ષ માંગ કરી હતી કે પાકિસ્તાન પર જાધવની ફાંસી રોકવા માટે આંતરરાષ્ટ્રીય દબાણ સર્જવામાં આવે. જ્યારે લોકસભામાં મÂલ્લકાર્જુન ખડગેએ જાધવ મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.  ખડગેએ જણાવ્યુ હતું કે જા સરકાર કુલભૂષણ જાધવને બચાવી નહીં શકે તો તે સરકારની નબળાઈ હશે.  જ્યારે અસદુદ્દીન ઓવૈસીએ પાકિસ્તાનની કોર્ટને બનાવટી કોર્ટ ગણાવી હતી. તેમણે જણાવ્યુ હતું કે આ એક એવી કોર્ટ છે જ્યાં કોઈપણ પ્રકારના નિયમોનું પાલન કરવામાં આવતુ નથી અને આવી કોર્ટના ચુકાદાને માની પણ શકાય નહીં. દરમિયાન વિપક્ષના આક્ષેપો વચ્ચે ગૃહમંત્રી રાજનાથસિંહે ખાતરી આપી હતી કે સરકાર કુલભૂષણ જાધવને બચાવવા માટે જરુરી તમામ પગલા ભરશે અમે પાકિસ્તાન પર દબાણ સર્જીશુ અને તેમને આ નાપાક ઈરાદાઓમાં ક્યારેય સફળ થવા દઈશું નહીં.  રાજનાથસિંહે જણાવ્યુ હતું કે પાકિસ્તાન Âસ્થત ભારતીય દૂતાવાસના અધિકારીઓએ ૧૩ વખત જાધવને મળવા માટે પ્રયત્ન કર્યો છે. પરંતુ પાકિસ્તાની અધિકારીઓએ તેમને મળવા દીધા નથી. અમે પાકિસ્તાન પર આ મામલે હવે આંતરરાષ્ટ્રીય દબાણ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.  તેમજ જાધવને બચાવવા માટે શક્ય તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવશે. મહત્વનુ છે કે સંસદમાં આજે કાશ્મીર હિંસાનો મુદ્દો પણ ગુંજ્યો હતો. રવિવારે શ્રીનગરમાં પેટાચુંટણી દરમિયાન થયેલ હિંસામાં ૮ લોકોના મોત થયા હતા અને માત્ર ૭ ટકા જ મતદાન થયુ હતું. જે અત્યાર સુધીનું સૌથી ઓછુ મતદાન છે.  જે મુદ્દે રાહુલ ગાંધીએ જણાવ્યુ હતું કે મોદી સરકારે ૩ વર્ષમાં દાયકાઓથી કરવામાં આવેલ મહેનત પર પાણી ફેરવી દીધુ
છે

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

13 − 11 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud