મોદી જ રહેશે ૨૦૧૯ની ચુંટણીમાં એનડીએના નેતા

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

ભાજપ અને તેમના સહયોગી પક્ષોએ વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચુંટણીમાં ગઠબંધનનું નેતૃત્વ ફરી એકવાર નરેન્દ્ર મોદીને સોપવાનો નિર્ણય કર્યો છે. દિલ્હી ખાતે મળેલી એનડીએની બેઠકમાં આ પ્રસ્તાવને સર્વસંમતીથી મંજુરીની મહોર મારી દેવામાં આવી છે.  આ બેઠકમાં ભાજપ તરફથી વર્ષ ૨૦૧૯ની ચુંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લડવાનો પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો. જેને તમામ સાથી પક્ષોએ સર્વ સમંતીની મહોર મારી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી  એનડીએની આ બેઠકમાં ૨૦૧૪માં ગઠબંધનને સત્તા મળ્યા બાદ સરકારને મળેલી સિદ્ધીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક અંગે માહીતી આપતા કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ જણાવ્યુ હતુ કે કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી વિવિધ યોજનાઓની સફળતાના પગલે ૨૦૧૪ની લોકસભાની ચુંટણી બાદ એનડીએએ જેટલી પણ વિધાનસભાની કે સ્થાનીક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીઓ લડી છે તેમાં સફળતા મળી છે

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 3 = 4

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud