જૂનાગઢની જીઆઈડીસી-ર માં આવેલી ફેકટરીમાં લાગી આગ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

 જૂનાગઢ જીઆઈડીસી-રમાં આવેલી સંજરી પ્લાસ્ટીકની ફેકટરીમાં ઓચિંતાની આગ લાગતાં આકાશ ધુમાડાથી ભરાઈ ગયું હતું આગની જાણ થતાં જૂનાગઢ ફાયર વિભાગનો કાફલો બનાવનાં સ્થળે દોડી ગયો છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ શહેરમાં જીઆઈડીસી-રમાં આવેલી સંજરી પ્લાસ્ટીકની ફેકટરીમાં આગ લાગતાં ધુમાડાનાં ગોટેગોટા આકાશમાં જાવા મળ્યા હતા આ આગની જાણ જૂનાગઢ ફાયર વિભાગને કરવામાં આવતાં મહાનગરપાલિકાનાં ફાયર વિભાગનાં કમલેશભાઈ પુરોહિત અને કાફલો બનાવનાં સ્થળે દોડી ગયેલ છે આ ઉપરાંત ધોરાજી અને જૂનાગઢનાં મળી બાર ફાયર ફાઈટરો દ્વારા આગને બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આ લખાય છે ત્યારે પણ આગ બુઝાવવા માટે ફાયર વિભાગનો સ્ટાફ કાર્યરત છે. આગમાં કેટલું નુકશાન થયું છે તે અંગેનો અંદાજ લગાવવામાં આવી રહયો છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 3 = 6

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud