પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકા સામે ભારતનો ૩૦૪ રને વિજય, જાડેજા-અશ્વિનની કમાલ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

શ્રીલંકા વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટમાં ચોથા દિવસે ભારતે પોતાની બીજી ઇનિંગમાં ૩ વિકેટ ગુમાવી ૨૪૦રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. જેથી શ્રીલંકાને જીતવા માટે ૫૫૦રનનો ટાર્ગેટ મળ્યો છે. વિરાટ કોહલીએ પોતાની કારકિર્દી ૧૭મી સદી ફટકારી હતી.આ પહેલા ભારતના ૬૦૦ રનના જવાબમાં શ્રીલંકા પ્રથમ ઇનિંગમાં ૨૯૧ રનમાં ઓલ આઉટ થઇ ગયું હતું. ભારતે આપેલા ૫૫૦ રનના ટાર્ગેટ સામે શ્રીલંકા ૨૪૫ રને ઢેર થઈ ગયું હતું. ભારતે ૩૦૪ રનથી ટેસ્ટ જીતી શ્રેણીમાં ૧-૦ની સરસાઈ મેળવી લીધી છે. પ્રથમ દાવમાં ૧૯૦ રનની ઈનિંગ્સ રમનારા શિખર ધવનને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
બીજા દાવમાં પણ શ્રીલંકાની શરુઆત ખરાબ રહી હતી. ફક્ત ૨૨ રનના સ્કોરે શ્રીલંકાએ પ્રથમ વિકેટ ગુમાવી હતી. જ્યારે મોહમ્મદ શમીએ ઉપુલ થરંગાને ૧૦ રનના વ્યÂક્તગ સ્કોર પર Âક્લક બોલ્ડ કર્યો હતો. બીજી વિકેટ ઉમેશ યાદવને મળી હતી, જેણે દાનુષ્કા ગુણાતિલકને ૨ રનના વ્યÂક્તગત સ્કોર પર પૂજારાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.
ટીમ ઈÂન્ડયાએ તેના બીજા દાવમાં પણ પોતાનું પ્રભુત્વ યથાવત રાખ્યું હતું. ભારતે તેના બીજા દેવમાં કેપ્ટન કોહલીના ૧૭૪મા ટેસ્ટ શતક અને અભિનવ મુકુંદના ૮૧ રનના યોગદાનથી ત્રણ વિકેટ ગુમાવી ૨૪૦ રને દાવ ડિકલેર કર્યો અને શ્રીલંકાને મેચ જીતવા ૫૫૦ રનનો અશક્્ય કહી શકાય તેવો ટાર્ગેટ આપ્યો હતો. પ્રથમ દાવમાં ફ્લોપ રહેલા કેપ્ટન વિરાટ કોહલીએ બીજા દાવમાં નોટઆઉટ ૧૦૩ રનનું યોગદાન આપ્યું હતું.
ગાલ ટેસ્ટમાં એવરઓલ પ્રદર્શન જાઈએ તો ભારતીય બેટ્‌સમેનનું પ્રભુત્વ જાવા મળ્યું હતું. પ્રથમ દાવમાં શિખર ધવને ૧૯૦, પુજારા ૧૫૩, રહાણે ૫૭ રનનું યોગદાન આપ્યું હતું. તો પોતાની પ્રથમ ટેસ્ટ રમી રહેલા હાર્દિક પંડ્યાએ પણ હાફસેન્ચુરી ફટકારી હતી અને ટીમનો સ્કોર ૬૦૦ ઉપર પહોંચાડ્યો હતો. શ્રીલંકા તરફથી નુવાન પ્રદિપે સૌથી વધુ ૬ વિકેટ ઝડપી હતી.
ચોથા દિવસે કોહલીએ પોતાની સદી પૂરી કરી એ સાથે જ ભારતે પોતાનો બીજા દાવ ૩ વિકેટે ૨૪૦ રને ડિકલેર કરી દીધો હતો
કોહલીએ ૧૩૩ બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. એ ૧૩૬ બોલમાં ૧૦૩ રન કરીને નોટઆઉટ રહ્યો હતો. એના દાવમાં પાંચ ચોગ્ગા, એક છગ્ગો છે. સામે છેડે, અજિંક્્ય રહાણે ૨૩ રન કરીને નોટઆઉટ રહ્યો હતો.
ભારતે ૩ વિકેટે ૧૮૯ રનના ગઈ કાલના અધૂરા દાવને આજે આગળ વધાર્યો હતો. કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં ૧૭ સદી ફટકારી છે અને વન-ડે ક્રિકેટમાં એની સદીનો આંકડો ૨૮ છે.
પહેલા દાવના બે સદીકર્તા શિખર ધવન અને ચેતેશ્વર પૂજારા ગઈ કાલે, અનુક્રમે ૧૪ અને ૧૫ રન કરીને આઉટ થયા બાદ કોહલી (૭૬ નોટઆઉટ) અને મુકુંદ (૮૧)ની જાડીએ ત્રીજી વિકેટ માટે ૧૩૩ રન ઉમેર્યા હતા અને તેને લીધે પહેલી ટેસ્ટ પર ભારતની પકડ વધારે મજબૂત બની હતી.
બીમાર પડી ગયેલા લોકેશ રાહુલની જગ્યાએ ઈલેવનમાં સ્થાન પામેલો મુકુંદ પહેલા દાવમાં માત્ર ૧૨ રન કરી શક્્યો હતો, પણ બીજા દાવમાં ૧૧૬ બોલનો સામનો કરીને ૮ ચોગ્ગાની મદદથી ૮૧ રન કર્યા હતા. દિવસની રમતના અંતને અમુક મિનિટની જ વાર હતી ત્યાં એ આઉટ થયો હતો. એના આઉટ થતાં જ અમ્પાયરોએ દિવસની રમતને પૂરી થયેલી ઘોષિત કરી હતી. ડાબોડી Âસ્પનર રવિન્દ્ર જાડેજાએ ૬૭ રનના ખર્ચે ૩ વિકેટ લીધી હતી. સિરીઝની બીજી ટેસ્ટ ૩ ઓગષ્ટથી કોલંબોમાં રમાશે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

87 − = 83

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud