આતંકી દુજાનાનો મૃતદેહ અંગે ભારત પાકને ઘેરશે

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જમ્મુ-કાશ્મીરમાં લશ્કર-એ-તોયબાના કમાન્ડર અબુ દુજાનાને ઠાર કરાયા બાદ હવે આ મુદ્દે ભારતે પાકિસ્તાનને ઘેરવાની યોજના બનાવી છે. અબુ દુજાના મૂળ પાકિસ્તાનનો રહેવાસી હતો. અત્યારે જમ્મુ-કાશ્મીર પોલીસ અબુ દુજાના અંગે તમામ વિગત એકઠી કરી રહી છે. પોલીસ તેના ઘરનુ સરનામુ અને પરિવારના સભ્યોની પણ શોધ કરી રહી છે. ત્યારબાદ દુજાનાનો મૃતદેહ પાકિસ્તાન દુતાવાસને સોંપવામાં આવશે. અત્યારે પોલીસ સહિત અન્ય સુરક્ષા એજન્સીઓને પણ આ કામમાં લગાડી દેવામાં આવી છે.સરકાર દુજાનાનો મૃતદેહ પાકિસ્તાન હાઈકમાન્ડને સોંપીને ફરી એકવાર પાકિસ્તાન ઉપર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો સીધો આરોપ લગાવવાનો પ્રયત્ન કરી રહી છે. તેમજ આંતરરાષ્ટ્રીય મંચ ઉપર પાકિસ્તાનને ખુલ્લુ પાડવાનો પણ પ્રયત્ન થઈ રહ્યો છે. બીજીબાજુ અબુ દુજાનાના ઠાર થયા બાદ તેની જગ્યાએ અબુ ઈસ્માઈલને જમ્મુ-કાશ્મીરમાં લશ્કર-એ-તોયબાના કમાન્ડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. ઈસ્માઈલ એ જ આતંકી છે જેણે ગત મહિને અમરનાથ યાત્રિકોની બસ ઉપર હુમલો કર્યો હતો. ઈસ્માઈલે પોતાના ત્રણ સાથીઓ સાથે મળી આ હુમલાને અંજામ આપ્યો હતો. જેમાં ૮ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. મહત્વનુ છે કે ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં મંગળવારે અબુ દુજાનાને ઠાર કરાયો હતો. દુજાના ઉપરાંત આ અથડામણમાં અન્ય બે આતંકીઓ પણ ઠાર થયા હતા. અબુ દુજાના ઉપર લગભગ ૩૦ લાખનુ ઈનામ જાહેર કરાયુ હતુ.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

+ 79 = 84

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud