રાહુલ ગાંધીની કાર ઉપર પથ્થરમારા મુદ્દે કોંગ્રેસનું રાજ્યભરમાં હલ્લબોલ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

બનાસકાંઠાના પૂર અસરગ્રસ્તોની મુલાકાતે આવેલા કોંગ્રેસના રાષ્ટÙીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની કાર પર ધાનેરામાં પથ્થર ફેંકાયો હતો, આ હુમલામાં રાહુલ ગાંધીને ઈજા પહોંચી ન હતી, પથ્થરમારામાં રાહુલની કારનો કાચ તૂટયો હતો, જ્યારે એક એસપીજી જવાનને હાથમાં ઈજા પહોંચી હતી. જેના પગલે આજે સવારથી રાજ્યભરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રÌšં છે.
અમદાવાદના સ્ટેડિયમ ૫ રસ્તા ખાતે કોંગી કાર્યકરોએ રોડ પર ટાયર સળગાવીને વિરોધ પ્રદર્શન કરી ચક્કાજામ કરવામાં આવ્યો છે. કોંગ્રેસની મહિલા કાર્યકરોએ પણ વિરોધ પ્રદર્શનામાં સામેલ છે. આમાં પુતળા દહન પણ કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો છે. પોલીસે કેટલાક કાર્યકરોની અટકાયત પણ કરી છે. વડોદરામાં પણ પુતળા દહન કરીને કાર્યકર્તાઓ પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. પોલીસે ૧૦થી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.
રાજકોટના ત્રિકોણ બાગમાં પણ કોંગી કાર્યકરોનો વિરોધ કર્યો હતો. પોલીસે ૫૦ જેટલા કાર્યકરોની અટકાયત કરી છે. ભુજમાં પણ કોંગ્રેસના કાર્યકરો દ્ગારા વિરોધ કોંગી કાર્યકરોએ દેખાવો કરી સૂત્રોચ્ચાર કર્યા હતાં. બોટાદના દીનદયાળ ચોકમાં કોંગી કાર્યકરોએ પુતળા દહન કરી વિરોધ નોંધાવ્યો છે. પોલીસે ૭૦થી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.
મોરબીમાં ઢોલ નગારા સાથે કોંગ્રેસે અનોખું વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. મોરબીના દરવાજા ચોક પાસે વિરોધ કરવામાં આવી રહ્યો છે. મહિલા કોંગ્રેસ દ્ગારા પુતળાદહન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો છે. વેરાવળમાં પણ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન થઈ રÌšં છે. વેરાવળના ૧૫૦ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.
વડોદરામાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભાજપ અધ્યક્ષ અમિત શાહના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરોએ શહેરના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે દેખાવો કરી ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતાં. વિરોધ કરી રહેલા ૧૦થી વધારે કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે.
સુરતમાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. શહેરના ઉધના વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપ અને મુખ્યમંત્રી વિજય રુપાણી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતાં. વિરોધ દરમિયાન કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ધક્કા-મુક્કીના દ્રશ્યો સર્જાયા હતા.
જામનગરમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રસ દ્વારા પૂતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પરંતુ કોંગ્રેસના પૂતળા દહન પહેલા પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.
રાહુલ ગાંધીની કાર પર થયેલા હુમલાનો વિરોધ અરવલ્લી જિલ્લામાં કરવામાં આવ્યો છે. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા મોડાસા ચાર રસ્તા પર ચક્કાજામ કરવામાં આવ્યો. મોડાસા પોલીસે વિરોધ કરી રહેલા ૫૦થી વધારે કાર્યકર્તાની અટકાયત કરી હતી. બીજી બાજૂ પાલનપુરમાં કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરી પથિકા આશ્રમ ખાતે ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતાં. કોંગ્રેસના કાર્યકર્તાઓએ આવેદન પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી.
ધાનેરામાં રાહુલ ગાંધીની કાર પર થયેલા હુમલાના વિરોધમાં અમરેલીના રાજુલામાં કોંગ્રેસ દ્વારા વિશાળ સંમેલન યોજાવામાં આવ્યું હતું. આ સંમેલનમાં કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા ૬ ધારાસભ્યોનું જીવતા ઉઠામણું કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના કાર્યકરોએ રોકકળ કરી અનોખો વિરોધ કર્યો હતો. જા કે ૧૦૦થી વધારે ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જાડાતા ભાજપમાં ગાબડુ પડ્યું છે.
રાહુલ ગાંધી પર થયેલા કાર હુમલાના વિરોધમાં જૂનાગઢ કોંગ્રેસ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો છે. શહેરના ગાંધી ચોકમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ રસ્તો રોકી પુતળા દહન કર્યું હતું. પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા. જેથી પોલીસે ૧૦૦ જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી છે.
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ દરમિયાન ભાજપના નેતાઓના પુતળાનું દહન કરાયું અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતાં.
રાહુલ ગાંધીની કાર પર થયેલા હુમલાના પડઘા ભરુચમાં પણ પડ્યાં છે. ભરુચ કોંગ્રેસે સ્ટેશન પાસે સૂત્રોચ્ચાર કરી ભાજપના નેતાઓનું પુતળા દહન કર્યું હતું. કોંગ્રેસના વિરોધ પ્રદર્શનની જાણ થતાં પોલીસ તંત્ર દોડતું થયું હતું.
રાજકોટના પ્રકાશ સોસાયટીમા આવેલા વિજય રૂપાણીના ઘરે કોંગ્રેસ વિરોધ કરવાના હતા. જાકે, સીએમના પરિવારમાં કોઇ ઘરે નથી. હાલ ઘર બંધ છે. પરંતુ કોંગ્રેસ ત્યાં પહોંચે તે પહેલા જ બે કાર્યકરોને પોલીસે ઉપાડી લીધા હતા અને એસઓજી, ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા અને સીએમના ઘરને ફરતે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

+ 83 = 90

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud