ઉત્તરાખંડમાં બારેમેઘ ખાંગા – ૧૩ લોકોના મોત,ગંગાનું જળસ્તર ભયજનક સપાટીએ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

ઉત્તરાખંડના કોટદ્વારમાં બારેમેઘ ખાંગા થતા ૧૩ લોકોની મોત થઈ છે. માત્ર પૌડી ગઢવાલમાં ૬ લોકોની મોત થઈ છે. પર્વતો પર થઈ રહેલ વરસાદને કારણે હરિદ્વારમાં ગંગાનું જળસ્તર ચેતાવણી લેવલ ૨૯૩ મીટરથી ઉપર પહોંચી ગયું છે. સાથે જ વરસાદથી ટિહરી ડેમનું જળસ્તર સતત વધી રÌšં છે.
ટિહરી ડેમની તરફથી ટિહરી જલાધિકારીને પત્ર લખીને અવગત કરાવવામાં આવ્યું છે કે પર્વતો પર સતત થઈ રહેલા વરસાદથી ડેમનું જળસ્તર સતત વધી રÌšં છે. આ ઉપરાંત ડેમથી પાણી છોડાઈ રÌšં છે. આ માટે નદીઓના કિનારે ચેતવણી જારી કરવાની જરૂરત છે. સામાન્ય રીતે ૫૬૦ ક્્યૂસેક પાણી છોડાઈ રÌšં છે. જે રીતે ભારે વરસાદ થઈ રહ્યો છે તે પછી વરસાદ પાણીની માત્રા વધારવી પડશે.
આ પત્ર પછી ટિહરી જિલ્લાધિકારી સોનિકા બાજુથી એક સરકારી પત્ર તમામ સંબંધિત અધિકારીઓને આપવામાં આવશે. આ પત્રમાં જરૂરી એક્શન લેવાની સાથે જ પોલીસ વિભાગને પણ કહેવામાં આવ્યું છે. નદીના કિનારે લાઉડસ્પીકરથી નિચાણમાં રહેવાવાળા નાગરિકોને પણ સાવચેત કરવામાં આવી રહ્યાં છે.
વરસાદ દરમિયાન રેફયુઝી કોલોનીમાં આવેલા એક મકાનમાં શોર્ટ સરકિટથી રસોઈ ગેસ સિલિન્ડર ફાટતાં મકાન સળગી ગયું હતું.જેમાં માતા અને પુત્ર દાઝી જતાં તેમને સારવાર માટે ખસેડાયાં છે.ઉત્તરાખંડના કોટદ્વારમાં બારેમેઘ ખાંગા થતાં અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જતાં ઠેરેઠર જળબંબાકાર સર્જાયો છે. અને અનેક લોકો પાણીમાં ફસાઈ જતાં તેમને બચાવવા એનડીઆરએફની ટીમે રાહત બચાવ કામગીરી હાથ ધરી છે. જાકે વરસાદ બંધ રહ્યા બાદ પણ હજુ અને લોકો પાણીમાં ફસાયા હોવાની માહિતી મળી રહી છે. બીજી તરફ દહેરાદૂન, ઋષિકેશ સહિતના અન્ય રાજય અને શહેરમાં પણ ભારે વરસાદ ચાલુ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે પણ ભારે વરસાદ થાય તેવી સંભાવના છે.
દરમિયાન બિહારમાં પણ ભારે વરસાદ થતાં પટણાની હોÂસ્પટલમાં અને કેટલીક સ્કૂલોમાં પાણી ભરાઈ જતાં લોકો ભારે હાલાકીમાં મુકાઈ ગયા હતા. જેના કારણે સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી હતી.માત્ર છ કલાકમાં જ પટણાના અનેક વિસ્તારોમાં જળબંબાકાર સર્જાયો હતો. આ દરમિયાન નાલંદા મેડિકલ કોલેજ અને હોÂસ્પટલ ઉપરાંત પટણાના ગોલંબર, રામગુલામ ચોક, કંકડ બાગ, કદમકુઆ, લોહાનીપુર, નાગેશ્વર કોલોનીમાં ઠેરઠેર પાણી ભરાઈ જતાં લોકો મુસીબતમાં મુકાઈ ગયા હતા.
દરમિયાન રાજસ્થાનના ઉદયપુર તેમજ દેવાસમાં પણ ભારે વરસાદ થયાના અહેવાલ છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે અને નદીઓ અને નાળાં છલકાઈ ગયાં છે. આ વર્ષે રાજસ્થાનમા સિઝનના કુલ વરસાદ કરતાં પણ વધુ વરસાદ થઈ જતાં અનેક વિસ્તારોમાં ચેકડેમ, નદીઓ તેમજ તળાવો અને સરોવર છલોછલ ભરાઈ જતાં આ વર્ષે રાજસ્થાનમાં ખેતી સારી થશે તેમ લાગી રÌšં છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

59 − 50 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud