મોંઘવારીનાં અસહ્ય માર વચ્ચે શાકભાજીનાં ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. શાકભાજીનાં છુટક જ નહીં પણ હોલસેલ માર્કેટમાં પણ ભાવ વધતાં સામાન્ય લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. વળી, શાકભાજીની માંગ વધતા જ સ્થાનિક બજારોમાં શાકભાજીના ભાવમાં ઉછાળો નોંધાયો છે.
મહત્વનું છે કે, હજી ચોમાસાનો આરંભ થયો હોવાથી શાકભાજીના ભાવમાં વધારો થયો છે. આમ, સાબરકાંઠા જિલ્લામાં શાકભાજીનું ઉત્પાદન સારા પ્રમાણમાં થાય છે. તેમજ સાબરકાંઠામાંથી મહારાષ્ટÙ, રાજસ્થાન, દીલ્હીમાં પણ શાકભાજીની નિકાસ કરવામાં આવે છે. સ્થાનિક બજારમાં શાકભાજી મોંઘી બનતાં ગૃહિણીઓ અને ઘર ચલાવનારા પુરુષો મોંઘવારીથી પરેશાન છે.
ચોમાસાની ઋતુમાં પડેલા સારા વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. જેને કારણે શાકભાજીના ઉત્પાદનમાં અસર પહોંચી છે. વળી, ગૃહીણીઓએ શાકભાજીનો ભાવ વધારો ચોમાસાની મોસમ સુધી વેઠવાનો છે. એટલેકે, હજુ દોઢ થી બે માસ સુધી આ ભાવવધારો સહન કરવો પડશે.
સાબરકાંઠા જિલ્લામાં મણદીઠ શાકભાજીના ભાવ નીચે પ્રમાણે છે. ચોળી પહેલાં ૧૦૦૦થી ૮૦૦ રુપિયા પ્રતિમણની કિંમતે વેચાતી હતી, જેની કિંમત વધીને ૧૮૦૦થી ૨૦૦૦ રુપિયા પ્રતિમણ થઈ છે. લીંબુ જે ૬૦૦થી ૪૦૦ રૂપિયા પ્રતિમણની કિંમતે વેચાતા હતા જેની કિંમત વધીને ૬૦૦થી ૭૦૦ રુપિયા થઈ છે. ભીંડા જે ૬૦૦ થી ૫૦૦ રુપિયા પ્રતિમણની કિંમતે વહેચાતો હતો તે ભીંડો આજે ૭૦૦થી ૯૦૦ રૂપિયે પ્રતિમણે વેંચાઈ રહ્યો છે.
દૂધી જે ૧૬૦થી ૨૦૦ રુપિયા પ્રતિમણની કિંમતે વેંચાતી હતી તે દુધીની કિંમત ૫૦૦ થી ૬૦૦ રુપિયા થઈ છે. રીંગણ જે પહેલા ૩૦૦થી ૭૦૦ રુપિયા પ્રતિમણની કિંમતે વેંચાતા હતા તે રીંગણ હવે ૧૨૦૦ થી ૧૧૦૦ રુપિયા પ્રતિમણની કિંમતે વેંચાઈ રહ્યાં છે. કંકોડા પહેલા ૮૦૦થી ૧૦૦૦ રુપિયા પ્રતિમણની કિંમતે વેંચાતા હતા તે કંકોડા ૧૬૦૦થી ૧૮૦૦ રુપિયા પ્રતિમણની કિંમતે વેંચાઈ રહ્યાં છે ત્યારે માર્કેટમાં વીસ કિલો શાકભાજી રુપિયા ૮૦૦થી૨૦૦૦ સુધી વેચાતાં સામાન્ય લોકોની પણ મુશ્કેલી વધી છે.
તહેવારો ટાણે જ શાકભાજીના ભાવ વધતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Want create site? Find Free WordPress Themes and plugins.
Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.