ભવનાથ ખાતે આવેલાં શનિદેવનાં મંદિરે આજે પાટોત્સવ અને રૂદ્વયાગ યજ્ઞ યોજાયા

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

ભવનાથ તળેટીમાં આવેલ શ્રી સરસ્વતિ માતાજી મંદિર, શ્રી શનિદેવ મંદિર ખાતે આજે શ્રી શનિદેવ પાટોત્સવ તથા રૂદ્રયાગ યજ્ઞનો ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શ્રી શનિદેવ ભગવાનની અશીમ કૃપાથી ભવનાથ તળેટીમાં આવેલ શ્રી સરસ્વતિ મંદિર તથા શ્રી શનિદેવ મંદિર ખાતે આજ શ્રાવણવદ-૧ અને તા.૮/૮/ર૦૧૭ને મંગળવારે સવારે ૭ઃ૩૦ કલાકથી શ્રી શનિદેવ પાટોત્સવ તથા રૂદ્રયાગ યજ્ઞનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પ૦૦૦ જાપ કરવામાં આવ્યા હતા. જન કલ્યાણ તેમજ વિશ્વ એકાત્મકતા માટે યોગદાન રૂપ આ કાર્યક્રમ અતર્ગત ગણપતિ પૂજન, અગ્ની સ્થાપન, સ્થાપિત દેવી દેવતાનું પૂજન, ગ્રહ હોમ, પ્રધાન હોમ, ઉત્તર પૂજન, આરતી, મહાયજ્ઞની પૂર્ણાહુતી સાંજે પ કલાકે થશે. જયારે બપોરના ૧ર કલાકે પ્રસાદ ભોજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભાવિકોએ મોટી સંખ્યામાં ઉપÂસ્થત રહી દર્શનનો લાભ લીધો હતો. મંદિર મહંત તુલશીનાથબાપુના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

+ 73 = 79

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud