રાજ્યસભાની ચૂંટણી બાદ હાઈવોલ્ટેજ ડ્રામા, પરિણામનું કોકડું ગૂંચવાયું

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

રાજ્યસભાની ચૂંટણી બાદ હાઈવોલ્ટેજ ડ્રામા, પરિણામનું કોકડું ગૂંચવાયું

ગાંધીનગર,તા.૯
રાજ્યસભાની ત્રણ બેઠકની ચૂંટણી માટે દિવસ દરમ્યાન હાઈવોલ્ટેજ ડ્રામા જાવા મળ્યા બાદ હવે ક્લાઈમેક્સ એટલે કે પરિણામને લઈને પણ સસ્પેન્સ યથાવત્ છે. કોંગ્રેસના બે બાગી ધારાસભ્યો રાઘવજી પટેલ અને ભોળાભાઈ ગોહેલના મત કોંગ્રેસના સત્તાવાર એજન્ટ શÂક્તસિંહ ગોહિલ તેમજ ભાજપના નિરીક્ષકને પણ બતાવ્યા હોવાથી તેમના મત રદ્દ કરવા કોંગ્રેસે માંગ કરી હતી. કોંગ્રેસે આ અંગેની ફરિયાદ કરી હોવાથી ચૂંટણી અધિકારીએ ચૂંટણી પંચ સમક્ષ માર્ગદર્શન માંગતા મતગણતરી અટવાઈ પડી હતી.
કોંગ્રેસની ફરિયાદ અંગે નિર્ણય કરવા ચૂંટણી પંચે દિલ્હીમાં બેઠક શરૂ કરી હોવાથી મતગણતરી અટવાઈ પડી હતી. પંચના નિર્ણય બાદ મતગણતરી પુનઃ શરૂ થશે. દિવસ દરમ્યાન બન્ને પક્ષ ભાજપ અને કોંગ્રેસ દ્વારા રાજ્યસભામાં વિજય મેળવવા કાવાદાવા કરવામાં આવ્યા હતા. કોંગ્રેસમાંથી ક્રોસ વોટિંગ થતા ભાજપના ત્રણેય ઉમેદવારો વિજય બનવાની શક્્યતા મજબૂત બની ગઈ હતી જા કે એહમદ પટેલને કોંગ્રેસના ૪૩ ધારાસભ્યો ઉપરાંત એનસીપીના જયંત બોસ્કી તેમજ જેડીયૂના છોટુભાઈ વસાવાએ મત આપ્યા હોવાની દિવસ દરમ્યાન ચર્ચા જાવા મળી હતી. રાજ્યસભાની ચૂંટણી ભાજપના રાષ્ટÙીય અધ્ય્ક્ષ અને ચાણક્્ય ગણાતા અમિત શાહ તેમજ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર એહમદ પટેલ માટે પ્રતિષ્ઠાનો જંગ બની રહી છે.
રાજ્યસભાના પરિણામો હવે ટૂંક સમયમાં જાહેર થશે જેને પગલે છેલ્લા એક માસથી વધુ સમયથી ચાલી રહેલા રાજકીય ડ્રામા ઉપર પડદો પડી જશે. રાજ્યસભા ચૂંટણી ઓબઝર્વર બી .બી. સ્વૈનએ કોંગ્રેસે ઉઠાવેલા વાંધા અંગે વિડીયો રેકોર્ડીગનો લીધો સહારો- દ્ગઝ્રઁએ જણાવ્યું હતું કે, ભાજપને મત આપનાર તેમના ધારાસભ્ય કાંધલ જાડેજા સામે પગલાં લેવાશે. જ્યારે સોમવારે રાત્રે પ્રફુલ પટેલે ભાજપને મત આપવા સૂચના આપી હોવાનું કાંધલ જાડેજાએ જણાવ્યું હતું. બલવંતસિંહ રાજપૂત જીતે તો શંકરસિંહ વાઘેલા ભાજપ કાર્યલય કમલમ જાય તેવી શક્્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યાં છે. મત ગણતરી પહેલાં કોંગ્રેસના નેતા શÂક્તસિંહે વાંધો ઉઠાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, ધારાસભ્યો પોતોનો મત પોલિંગ એજન્ટ સિવાય કોઇને બતાવી ન શકે. ભાજપને મત આપનાર કોંગ્રેસના બે ધારાસભ્યોએ પોતાનો મત અમિત શાહને બતાવ્યો હતો. આ મામલે તેઓ સુપ્રિમ કોર્ટ સુધી લડી લેવા તૈયાર છે.
રાજ્ય સભાની ચૂંટણીનું મતદાન પૂરૂં થતાં ભાજપે માંડેલા ગણિત પ્રમાણે ત્રણેય બેઠકો ભાજપને મળ્યા બાદ પણ ૯૭ મત વધારાના મળશે. પરંતુ રાજ્યસભાની ચૂંટણીમાં થયેલા મતદાનના આંકડા જાતા ભાજપમાં અમિત શાહ અને સ્મૃતિ ઈરાની વિજય થશે. પરંતુ બલવંતસિંહ રાજપૂત બે મતે હારી જાય તેવી શક્્યતા રહેલી છે. રાજ્યસભાની ચૂંટણીમાં આંકડાકીય ગણિત મુજબ વિધાનસભામાં કુલ ૧૭૬ ધારાસભ્યો છે. તેમાં ભાજપના ૧૨૧ મત છે. એક ધારાસભ્યના મતનું મૂલ્ય ૧૦૦ ગણાય છે. એ જાતા જે ઉમેદવારોને ૪૪ એકડા મળે તે વિજેતા બને. ભાજપના ગણિત મુજબ અમિત શાહને ૪૬ એકડા, સ્મૃતિ ઈરાનીને ૪૫ એકડા મળે જેમાંથી બાકી રહેલા ૩૦ એકડા બલવંતસિંહ રાજપૂતને મળે. ભાજપના દાવા મુજબ એનસીપીના ૨, જીપીપીનો એક, જેડીયુનો એક અને શંકરસિંહ સાથેના ૭ની ગણતરી કરતાં ૩૦ વત્તા ૧૨ એટલે કે ૪૨ એકડા બલવંતસિંહને મળે છે. અમિત શાહને મળનાર ૪૬૦૦ મતમાંથી જીત માટેના ૪૪૦૧ મત બાદ કરતાં ૧૯૯ મત વધે. તે જ રીતે સ્મૃતિ ઈરાનીના ૪૫૦૦ મતમાંથી ૪૪૦૧ બાદ કરવામાં આવે તો ૯૯ મત વધે. આમ અમિત શાહના ૧૯૯ અને સ્મૃતિ ઈરાનીના ૯૯ મત ગણતાં કુલ ૨૯૮ મત વધે. તે મત બલવંતસિંહને મળતાં ૪૨૦૦માં ૨૯૮ મત ઉમેરવામાં આવે તો ૪૪૯૮ મત બલવંતસિંહને મળે તેમાંથી જીત માટેના ૪૪૦૧ મત બાદ કરવામાં આવે તો ભાજપને ૯૭ મત વધારાના મળે. ભાજપના ત્રણેય ઉમેદવારો વિજેતા બને.
રાજ્યસભાના મતદાન દરમ્યાન એનસીપીના એક ધારાસભ્ય અને જેડીયુના એક ધારાસભ્યએ કોંગ્રેસને મત આપ્યો હોવાથી બલવંતસિંહને ૪૧ મત મળે તે જાતા બલવંતસિંહને મળનાર ૪૧૦૦ મતમાં અમિતશાહ અને સ્મૃતિ ઈરાનીના ૨૯૮ મત ઉમેરવામાં આવે તો પણ બલવંતસિંહને ૪૩૯૮ મત મળે. એટલે કે બલવંતસિંહ બે મતે હારી જાય.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

+ 50 = 59

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud