નાથળીયા ઉનેવાળ જ્ઞાતિનો ત્રિવેણીસંગમ સમો કાર્યક્રમ યોજાયો

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢના ગાંધીગ્રામ રેલ્વે ફાટક પાસે આવેલ શ્રી નાથળીયા ઉનેવાળ જ્ઞાતિની વાડીમાં તાજેતરમાં જ્ઞાતિનો ત્રિવેણી સંગમ સમાન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જ્ઞાતિના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જ્ઞાતિ રત્નો અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ શ્રાવણી પર્વણી ઉજવણી કરવમાં આવી હતી.
જૂનાગઢ શહેરના ગાંધીગ્રામ રેલ્વે ફાટક પાસે શ્રી નાથળીયા ઉનેવાળ જ્ઞાતિની વાડી આવેલ છે. પ્રતીવર્ષ આવાડીમાં શ્રાવણી પર્વ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. વર્ષોની આ પરંપરાના ભાગરૂપે આવર્ષે પણ આ ઉજવણી કરવામાં આવી હતી.
શ્રી નાથળીયા ઉનેવાળ જ્ઞાતિના મહિલા અગ્રણી કંચનબેન ઓઝાના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં અતિથિ વિશેષપદ વિનુભાઈ મહેતાએ શોભાવ્યું હતું. આ તકે આખા નિવાસી બીપીનભાઈ મહેતા, શૈલેષભાઈ મહેતા સહિતના અનેક જ્ઞાતિજનોની ઉપÂસ્થતિ રહી હતી. આ કાર્યક્રમમાં ૧૦૦ થી વધુ તેજસ્વી તારલાઓનું શિલ્ડ, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર તેમજ અભ્યાસ ઉપયોગી કીટ આપી સન્માન કરવમાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિશેષ આમંત્રિત મહેમાન એવા બહાઉદીન કોલેજના પ્રો. ચેતનાબેન પાણેરીએ પોતાના પ્રભાવશાળી વક્તવ્યમાં ગર્ભધાનથી લઈને અંતિમ વિધિ સુધીના માનવજીવનના સોળ સંસ્કાર વિષે શા†ોકત નિયમ, વિધી વિધાન ઉપર પ્રકાશ પાડયો હતો. તેમણે ઉત્તમ સંતાન પ્રાપ્તીની શા†ોમાં વર્મણવેલી વાતોની માહિતી આપી હતી. બાદમાં જ્ઞાતિજનો, દાતાઓનું શાલ, પુષ્પહારથી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે વિશેષ રીતે યુવા લેખક ધર્મેશભાઈ દવેનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ધર્મેશભાઈ દવેએ ‘લઘુકથા ’ નામની પુસ્તીકા બહાર પાડી છે જેમાં લોકો નાની પણ મહત્વની સેવા કરે છે તેવા લોકોની અન્ય માટે પ્રેરમણાદાયી બની રહે તેવી લઘુકથાઓ રજૂ કરી છે. ટ્રેનમાં કે બસોમાં બેસવાની જગ્યા આપવાથી લઈને કોઈ પણ જાતની ઓળખાણ વિના અને સ્વાર્થ વિના નિઃશુલ્ક રીતે ટીફીનની સેવા પૂરી પાડતા અને પ્રસિÂધ્ધની ભૂખ વિના ચુપચાપ માત્ર સેવાનું જ કામ કરતા લોકોની વાતોને રજૂ કરી છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા ઉદઘોષક ભરતભાઈ મેસીયા અને મહેશભાઈ મહેતાએ કર્યું હતું. જયારે કાર્યક્રમને સફળ બનાવવા શ્રી નાથળીયા ઉનેવાળ જ્ઞાતિના મેનેજીંગ ટ્રસ્ટી સંજયભાઈ મહેતા, મંત્રી રÂશ્મકાન્ત મહેતા, મુકેશભાઈ મહેતા વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

60 − = 53

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud