કોર્પોરેશન કચરા નિકાલ માટેનો પ્લાન્ટ સ્થાપવા ૧ રૂપિયાના ટોકનદરે જમીન આપશે

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢના ઈવનગર નજીક આવેલ ડમ્પીંગ ગ્રાઉનડમાં ખડકાયેલા કચરાના ગંજની સમસ્યા હવે નજીકના સમયમાં જ ભૂતકાળ બની જશે. કારણ કે જૂનાગઢ કોર્પોરેશને આ સમસ્યાના નિવારણ માટે અમદાવાદની એક કંપની સાથે કોન્ટ્રાકટ કર્યો છે. આ કંપની આ જગ્યામાંથી કચરાના વપરાશથી વિજળી ઉત્પન્ન કરશે. બાદમાં કચરાનો નિકાલ થયે ગાર્ડ પણ બનાવાશે. આ માટે કોર્પોરેશન આ કંપનીને ૧ રૂપિયાના ટોકનદરે જમીન પણ ફાળવશે.
આ અંગે જૂનાગઢ મનપાના કમિશ્નર વી.જે. રાજપુતે જણાવ્યું હતું કે શહેરભરનો કચરો ઈવનગરના ડમ્પીંગ સાઈટમાં એકઠો થાય છે. ત્યાં આ કચરાના નિકાલ માટે જે કંપનીની કામગીરી સોંપી હતી તે અંજન બાયોટેક કંપની કામ છોડીને જતી રહી છે. પરિણામે ડમ્પીંગ સાઈટ ઉપર કચરાનો ભરાવો વધતો જતા કચરાના ગંજ ખડકાયા છે. ત્યારે તેના નિકાલ માટે અમદાવાદની એક કંપની સાથે કોર્પોરેશને કોન્ટ્રાકટ કર્યો છે.
આ કંપનીને એક રૂપિયા ચો.મી.ના ટોકનદરે કોર્પોરેશન જમીન આપશે. જેમાં કંપની આશરે ૭પથી ૧૦૦ કરોડના ખર્ચે પ્લાન નાંખશે. આ કંપની કચરામાંથી વીજળી ઉત્પન્ન કરી વેચશે. આમા કોર્પોરેશનને એકપણ રૂપિયાનો ખર્ચ નથી તેમ જણાવતા કમિશ્નર વી.જે.રાજપુતે વધુમાં જણાવેલ કે સંપુર્ણ ૧૦૦%(સો ટકા)રોકાણ કંપની કરશે. આમ શહેરનો સોલીડ, લીકવીડ વેસ્ટનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ થશે. કયારે કામગીરી થશે ? તેવા પ્રશ્નના જવાબમાં કમિશ્નરે જણાવ્યુ હતું કે, આશરે અઢાર મહિનામાં કામગીરી પુર્ણ કરાશે. આ કંપની જુના અને નવા બન્ને કચરાનો નિકાલ કરશે અને બેથી પાંચ વર્ષમાં ડમ્પીંગ સાઈટ સંપુર્ણ ખાલી થઈ જશે. અગાઉની કંપની કામગીરી અધુરી મુકીને ભાગી ગઈ છે ત્યારે તેનું પુનરાવર્તન તો નહી થાય ને ? તેવા પ્રશ્નના જવાબમાં કમિશ્નર વી.જે.રાજપુતે જણાવ્યું હતું કે, આ વખતે કોર્પોરેશને કરારમાં અત્યંત આકરી શરતો રાખી છે ઉપરાંત બેન્ક ગેરેન્ટી પણ લીધી છે. કંપનીની સિક્યોરીટી ડીપોઝીટ પેટે પ૦ લાખ રૂપીયા લેવામાં આવશે. બાદમાં કોન્ટ્રાકટ કરાશે માટે આવું થવાની સંભાવના રહેશે નહી.
આમ ઈવનગરમાં ડમ્પીંગ સાઈટમાં ભરાયેલા કચરાના ગંજ દુર થશે જેથી આજુબાજુના રહેવાસીઓને પણ પડતી મુશ્કેલી દુર થશે. એટલું જ નહી ભવિષ્યમાં આ સાઈટમાં ગાર્ડન પણ બનાવવામાં આવશે. જેથી વાતાવરણ પણ શુધ્ધ રહે લોકો હરવા ફરવા પણ આવી શકે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

8 + 1 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud