પેન્શન, પાંચ દિવસનું અઠવાડીયુ, નવી ભરતી કરવા સહિતના મુદ્દે પોસ્ટ વિભાગની હડતાળ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

પોસ્ટકર્મીઓની અનેક માંગણીઓનો ઉકેલ ન આવતા આખરે પોસ્ટકર્મીઓએ એક દિવસીય હડતલ પાડી કેન્દ્ર સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.
પોસ્ટ વિભાગમાં કામ કરતા કર્મીઓના અનેક પ્રશ્નો છે જેના ઉકેલ માટે અનેક વખત રજુઆતો કરવામાં આવી છે પરંતુ સરકાર તરફથી કોઈ હકારાત્મક પ્રતિભાવ ન સાંપડતા પોસ્ટ કર્મીઓએ નાછુટકે હડતાલના માર્ગે જવુ પડયુ હતુ.
નેશનલ ફેડરેશન ઓફ પોસ્ટ એમ્પ્લોઈઝ યુનિયનના નેજા હેઠળ એક દિવસીય હડતાળનું એલાન કરવામાં આવ્યુ હતુ તે મુજબ જૂનાગઢ સર્કલ સેક્રેટરી ઓફ પોસ્ટ આર.ડી.પુરોહિતની આગેવાનીમાં જૂનાગઢના પોસ્ટકર્મીઓએ એક દિવસીય હડતાળ પાડી હતી. આશરે બસ્સો પચીસથી વધુ કર્મીઓએ ગાંધીગ્રમ હેડ પોસ્ટ ઓફીસ ખાતે જઈ સુત્રોચ્ચાર કર્યા હતા અને પોતાની માંગણીઓ સત્વરે સ્વીકારી યોગ્ય કરવા માંગણી કરી હતી.
આર.ડી.પુરોહિતના જણાવ્યા અનુસાર પોસ્ટ કર્મીઓની કુલ ૧૦ માંગણીઓ છે જેમાં ખાસ કરીને પેન્શનનો પ્રશ્ન છે. સરકારે પેન્શન બંધ કરી દીધુ છે જે ફરી શરૂ કરવાની માંગણી છે. આ ઉપરાંત હાલમાં બેન્કમાં પાંચ દિવસનું અઠવાડીયું કરવાની વિચારણા થઈ છે તે પ્રમાણે છ દિવસને બદલે કામગીરીના દિવસો પાંચ કરવાની પણ માંગણી છે. આ ઉપરાંત પોસ્ટ વિભાગમાં વર્ષોથી અનેક જગ્યાઓ ખાલી છે જેમાં ભરતી કરવામાં આવી નથી. જેના કારણે કર્મચારીઓ ઉપર કામનું ભારણ વધી જાય છે. માટે કામનું ભારણ ઓછું થાય તે માટે ખલી જગ્યામાં તુરત નવા કર્મચારીઓની ભરતી કરવા માંગણી છે. આ ઉપરાંત ન્યુ પેન્શન સ્કીમમાં પણ થોડો ફેરફાર કરવાની આવશ્યકતા છે. જેમાં નિવૃત થતા કર્મીના છેલ્લા પગારના પ૦ ટકા રકમ મીનીમમ પેન્શન તરીકે મળે તે જરૂરી હોય તે મુજબ નીર્ણય લેવા માંગણી છે.
જૂનાગઢ પોસ્ટ ઓફીસમાં ટપાલ વિતરણ, રજીસ્ટર એ.ડી., સ્પીડ પોસ્ટ, પાર્સલ, મની ઓર્ડર, સેવીંગ્સ ખાતા ખોલવા, લાઈટ બીલ, ટેલીફોન બીલ ભરવા, વિવિધ પરીક્ષાની ફી ભરવી સહિત અનેક પ્રકારની કામગીરી કરવામાં આવતી હોય છે. આ માત્ર એક દિવસીય હડતાળના કારણે જ પોસ્ટ વિભાગની જૂનાગઢ શહેરની જ અશરે પચ્ચીસ હજારથી વધુ ટપાલ વિતરણ કામગીરી અટકી જવા પામી હતી. જયારે પોસ્ટમાં વિવિધ કામગીરી સબબ આશરે ડેઈલીનું દોઢેક કરોડનું જે ટ્રાન્ઝેકશન થાય છે તે પણ અટકી જવા પામ્યું હતું. આમ પોસ્ટની માત્ર એક જ દિવસની હડતાળથી સરકારને ખાસ્સુ નુકશાન વેઠવુ પડયુ છે. ત્યારે પોસ્ટના કર્મીઓની વ્યાજબી માંગણીઓ કેન્દ્ર સરકારે સત્વરે સ્વીકારી લેવી જાઈએ જેથી ફરી આવી હડતાળની Âસ્થતીનો સામનો કરવો ન પડે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

40 − 34 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud