જૂનાગઢમાં ગર્વમેન્ટ ગર્લ્સ હાઈસ્કુલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

રાજય સરકાર દ્વારા હાથ ધરાતી અનેક વિવિધ લોકઉપયોગી યોજનાઓ પ્રવૃત્તિઓ તથા વહીવટ પરત્વે પ્રજાજનોના પ્રશ્નો ન્યાયિક ચોક્કસ તથા ઝડપી ઉકેલ માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત જીલ્લા વહીવટ તંત્ર, જીલ્લા પંચાયત તથા મહાનરપાલિકા, જૂનાગઢના સંયુકત ઉપક્રમે તા.૩૧/૮/ર૦૧૭ના રોજ સવારે ૯ થી સાંજે ૬ કલાક સુધી સ્થળ ગર્વમેન્ટ ગર્લ્સ હાઈસ્કુલ, આઝાદ ચોક ખાતે શહેરના વોર્ડ નં.૮,૯,૧૦,૧૧, ૧ર ની જાહેર જનતા માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
રાજય સરકાર દ્વારા પારદર્શક, સંવેદનશીલ, વહીવટી તંત્રને વેગવંતુ બનાવવાના હેતુથી રાજય સરકારની વિવિધ વિભાગો તથા મહાનગરપાલિકા તંત્ર દ્વારા અનેક વિવિધ યોજનાઓ, સહાયો, જાહેર સેવાઓ આધાકાર્ડમાં નામ ફેરફાર, આવકના દાખલા, જાતીના દાખલા, ઉજજવલા યોજના, જુદી જુદી બેન્કો દ્વારા ખાતા ખોલવા, વિજળીકરણ, સ્વરોજગાર યોજના એસ.ટી. વિભાગ દ્વારા માસિક પાસ તથા ઓનલાઈન રીઝર્વેશન તેમજ ફરીયાદને લગતી સેવાઓના સ્ટોલ કાર્યરત કરવામાં આવશે અને વ્યકિતલક્ષી રજૂઆત પણ ધ્યાને લઈ તેનો સ્થળ ઉપર જ પ્રશ્નનો નિકાલ કરવામાં આવશે તેમજ વિવિધ સહાયછ મેળવવા ઈચ્છતા લોકોએ પોતાના આધાર પુરાવા સાથે હાજર રહેવાનું રહેશે. આ કાર્યક્રમ તા.૩૧/૮/ર૦૧૭ના રોજ સવારે ૯ થી સાંજે ૬ કલાક સુધી ગર્વમેન્ટ ગર્લ્સ હાઈસ્કુલ, આઝાદ ચોક ખાતે યોજવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં મનપાના મેયર આદ્યશકિતબેન મજમુદાર તથા કમિશ્નર વી.જે રાજપૂત અને પદાધિકારીઓ ઉપÂસ્થત રહેનાર છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 1 = 7

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud