Saurashtra Bhoomi News

જૂનાગઢનાં વડાલ-કાથરોટા રોડ ઉપર પુષ્ટિસંસ્કારધામનો ભુમિ પૂજન ઉત્સવ યોજાશે

Want create site? Find Free WordPress Themes and plugins.

પૂજયપાદ ગોસ્વામી શ્રી કિશોરચંદ્રજી મહારાજશ્રી મોટી હવેલી જૂનાગઢની પ્રેરણાથી જૂનાગઢનાં વડાલ કાથરોટા રોડ ઉપર પુષ્ટિસંસ્કારધામ નિર્માણ સંકલ્પ કરવામાં આવેલ છે. આધુનિક આવશ્યકતાઓ તેમજ સંશાધનોની સાથે સંસ્કૃતિનાં સમન્વય માટે આ પુષ્ટિ સંસ્કારધામ સાકાર થશે જેનું ભુમિપૂજન ઉત્સવ તા.૧૮-ર-૧૮ને રવિવાર ફાગણસુદ-૩નાં સવારે ૮ થી સાંજનાં ૬ કલાક દરમ્યાન આયોજન કરવામાં આવેલ છે. આ તકે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ, આચાર્યશ્રી વચનામૃત અને પુષ્ટિસંસ્કાર મોબાઈલ એપ્લીકેશનનાં વિમોચન સહિતનાં કાર્યક્રમોની માહિતી આપવા માટે ગોસ્વામી શ્રી પિયુષબાવા મોટી હવેલી જૂનાગઢનાં અધ્યક્ષસ્થાને આજે બપોરનાં ૪ કલાકે પુષ્ટિસંસ્કારધામ નિર્માણ સ્થાન વડાલ-કાથરોટા રોડ ખાતે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને જેમાં પુજય પાદશ્રીએ પુષ્ટિસંસ્કાર ધામ અંગેની વિસ્તૃત વિગતો અને કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ તકે પ્રિન્ટ અને ઈલેકટ્રોનીકસ મીડીયાનાં પત્રકાર મિત્રો ખાસ ઉપÂસ્થત રહ્યાં હતાં.

Did you find apk for android? You can find new Free Android Games and apps.