એનએમસી બીલનો વિરોધ – મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓ-ડોકટરોની રેલી બાદ આવેદન

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ તા.૩
નેશનલ મેડીકલ કમિશન બિલ-ર૦૧૭ સામે દેશભરના ડોકટરોમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે. જેના પગલે જૂનાગઢમાં પણ આ બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો. જૂનાગઢની ઈÂન્ડયન મેડીકલ એસો.(આઈએમએ)ના નેજા હેઠળ ડોકટરો તેમજ મેડીકલ કોલેજના સ્ટુડન્ટોએ રેલી કાઢી કલેકટરને આવેદન પાઠવી આ બીલમાં રહેલી ડોકટર વિરોધી જાગવાઈ મામલે યોગ્ય કરવા માંગ કરી હતી.
આ અંગે આઈએમએના સેક્રેટરી ડો.સંજીવ જાવીયાએ જણાવ્યું હતું કે, આ બીલથી મેડીકલ કોલેજની સ્વાયતતા છીનવાઈ જશે. ફીનીયમનમાં ભારે ફેરફાર કરવામાં આવ્યા છે. પહેલા મેડીકલ કોલેજવાળાને માત્ર ૧પ ટકા કવોટામાં જ ફી ઉઘરાવી શકતા હતા. ૮પ ટકા સરકાર નકકી કરતી હવે પ૦-પ૦ ટકા કરી નાંખવામાં આવેલ છે. જેથી મેડીકલ કોલેજવાળા વધુ ફી પડાવશે જેનો ભોગ વધુ વિદ્યાર્થીઓ બનશે. વળી ડોકટરો ઉપર બેટી બચાવોના મામલે વધુ કડક નિયમોનો કોરડો વિંઝવામાં આવ્યો છે. જેમાં સોનોગ્રાફીનો ગેરઉપયોગ સામે કાર્યવાહીમાં વિરોધ નથી પરંતુ કલેરીકલ મીસ્ટેકમાં પણ જવાબદાર ઠેરવી કાર્યવાહી કરવાના નિયમ સામે વીરોધ વ્યકત કરવામાં આવ્યો છે. વળી તાજેતરમાં એક ચુકાદો આપવામાં જેમાં કોર્ટે ડોકટરને ત્યાં મૃત્યુના કિસ્સામાં ૧૦ કરોડ ચુકવવા આદેશ કર્યો છે. અકસ્માત કે અન્ય તંત્રની બેદરકારીમાં માત્ર ર કે પ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે છે જયારે ડોકટરોને ત્યાં સારવાર દરમ્યાન કોઈ ભુલના કારણે મૃત્યુ થાય તો કરોડોમાં વળતર ચુકવવાના નિયમ સામે વિરોધ વ્યકત કરવામાં આવ્યો છે. આ માટે મીનીમમ રકમ નકકી કરવા માંગ કરવામાં આવી છે.
મેડીકલ કોલેજના વિદ્યાર્થી આગેવાનો પંડયા કિર્તન, ચાંદની વઘેરા તેમજ ઈન્ડીયન મેડીકલ એસો.ના પ્રેસિડેન્ટ ડો.એન.એમ.લાખાણી, સેક્રેટરી ડો.સંજીવ જાવીયાની આગેવાનીમાં વિદ્યાર્થીઓ ડોકટરો મળી ૪૦૦થી વધુ લોકો વિરોધ કાર્યક્રમમાં જાડાયા હતા અને આવેદન આપી વિરોધ વ્યકત કરી આ મામલે સત્વરે યોગ્ય કરવા માંગ કરી હતી.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

9 + 1 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud