જૂનાગઢમાં દુકાનનાં કાચ તોડવા તેમજ એસટી બસને નુકશાની પહોંચાડવા સબબ ટોળા સામે નોંધાઈ ફરીયાદ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ તા.૩
ભારત બંધનાં એલાન અંતર્ગત જૂનાગઢ શહેરમાં પણ બંધ પાળવામાં આવ્યો હતો. આ બંધ દરમ્યાન ર થી ૩ જગ્યાઓએ દુકાનનાં કાચ તેમજ એસટી બસને નુકશાન પહોંચાડયાનો બનાવ બનવા પામેલ છે જેમાં પોલીસ ફરીયાદ પણ નોંધવામાં આવી છે આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢનાં ઝાંઝરડા રોડ ઉપર રહેતાં રાજેશભાઈ ક્રાંતિભાઈ વાછાણીએ પોલીસમાં એવી ફરીયાદ નોંધાવી છે કે નામદાર સુપ્રિમકોર્ટની એટ્રોસીટી કાયદાની ગાઈડલાઈનનો વિરોધ કરવા અનુસુચિત જાતિ અને જનજાતિ દ્વારા ભારત બંધનું એલાન અપાયેલ આ દરમ્યાન ઝાંઝરડા રોડની દુકાનો ખુલી હોય જેથી જૂનાગઢ શહેર અને તાલુકાનાં અનુસુચિત જાતિનાં આશરે ૭૦ થી ૮૦ માણસો મોટરસાયકલ ઉપર ડબલ સવારીમાં દુકાનો બંધ કરાવવા અને અપીલ કરાવવા નીકળેલ જેમાં ફરીયાદી અને સાહેદોની દુકાનો ખુલી હોય ટોળા પૈકીનાં માણસોએ બેફીકરાઈથી પથ્થર ફેંકી છ જેટલી દુકાનોનાં કાચ તોડી રૂ.૪૦ હજારનું નુકશાન કરી ટોળું નાશી ગયું હોવાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે ૭૦ થી ૮૦ જેટલાં ટોળા સામે કલમ ૧૪૩, ૩૩૬, ૪ર૭ મુજબ ગુનો દાખલ કરેલ છે આ બનાવની વધુ તપાસ બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ બી.કે.વાઘ ચલાવી રહ્યાં છે.
એસટી બસને નુકશાન
રાજકોટ જીલ્લાનાં ધોરાજી તાલુકાનાં ભાડેર ગામનાં કિશોરસિંહ રામસિંહ વાઘેલાએ પોલીસમાં એવી ફરીયાદ નોંધાવી છે કે ફરીયાદી તથા સાહેદની સરકારી એસટી બસ નં.જીજે ૧૮ વાય ૪પર૦ તથા બસ નં. જીજે ૧૮ વાય ૭૪ર૬ લઈને વંથલી ડેપોમાં આવતાં હતાં તે દરમ્યાન ભારત બંધનાં એલાન સબબ દિલીપ, ધરિયો, વીજય, ગીરીશ, રાહુલ, વિક્રમ, સાગર (રહે.બધા વંથલી)વાળાઓએ ગેરકાયદેસર મંડળી રચી અને વાહનો રોકાવતાં હોય દરમ્યાન એસટી બસો ડેપોમાં આવતાં આરોપીઓએ પથ્થરનાં ઘા ઝીકી બસનાં કાચ ફોડી નાંખી રૂ.૮ હજારનું નુકશાન કરેલ છે આ બનાવની વધુ તપાસ વંથલીનાં પીએસઆઈ બી.એસ.જાડેજા ચલાવી રહ્યાં છે.જયારે અન્ય એક બનાવમાં પ્રદિપસિંહ ભગવતસિંહ ચુડાસમા (એસટી ડ્રાઈવર, રહે.ટીંબાવાડી)વાળાએ કોઈ અજાણ્યા ચાર થી પાંચ શખ્સોએ બિલખા-વિસાવદર રોડ ઉપર એસટી બસમાં પાછળથી પથ્થર મારી એસટી બસનો પાછળનો કાચ તોડી રૂ.૩ હજારનું નુકશાન પહોંચાડયાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા બિલખા પોલીસ સ્ટેશનનાં હેડ કોન્સ્ટેબલ એસ.એમ.દિવરાણીયા તપાસ ચલાવી રહ્યાં છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

56 + = 60

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud