જૂનાગઢ – ૧૮ કિલો સોનાની લૂંટનો ભેદ ઉકેલાયો – છ શખ્સોની ધરપકડ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢના સી.વી.એમ. જવેલર્સ પેઢીની રૂ. પ.૭પ કરોડના સોના ભરેલી મોટરને હાઈવે ઉપર આંતરીને તેમાં રાખેલ ૧૮ કિલો સોનાની લૂંટના બનાવમાં પેઢીના ડ્રાઈવરની પોલીસે ધરપકડ કરીને પૂછપરછ કરતાં ડ્રાઈવરે લૂંટનો બનાવ પૂર્વ યોજીત હોવાની કબુલાત કરતાં લૂંટમાં સામેલ અન્ય પાંચ શખ્સોને પોલીસે ઝડપી લઈ મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગઈકાલે જૂનાગઢમાં જીલ્લા પોલીસ વડા નીલેશ જાજડીયાએ યોજેલ પત્રકાર પરિષદમાં લૂંટના બનાવ અંગે માહિતી આપી હતી. અમદાવાદથી આવતી સી.વી.એ. જવેલર્સની કારને વડાલ નજીક આંતરી અને કારને ડેરવાણ ચોકડી નજીક લઈ જઈ કારમાંથી ૧૮ કિલો સોનાની લૂંટ કરી લૂંટારાઓ પોતાની કારમાં નાસી છુટયા હતા. આ બનાવ બાદ જૂનાગઢ પોલીસે નાકા બંધી કરી, ટીમો બનાવી જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી હતી. આ બનાવમાં પોલીસે ડ્રાઈવર ગૌતમ મજીઠીયાની પુછપરછ કરતાં તેણે આ લૂંટ પૂર્વ યોજીત હોવાની કબુલાત કરી હતી. ગૌતમે વીસ દિવસ પહેલાં જૂનાગઢના એઝાઝ ચીસ્તી નામના શખ્સને મળી રૂ. પ૦ હજાર આપી એઝાઝ ઉર્ફે બાપુ ઈકબાલભાઈ ચિસ્તી સહિતના બીજા ચાર શખ્સો જેમાં મુસ્તાક ગુલામ મયુદીન કાદરી, ઈકબાલ ઉર્ફે ડાડો મહમદભાઈ ઠેબા, વસીમ હબીબભાઈ ચાંદ અને મુનીર આમદભાઈ સીડા (રે. તમામ જૂનાગઢ) નામના શખ્સોએ ભેગા મળી લુંટના બનાવને અંજામ આપ્યો હતો. આરોપી ગૌતમની કબુલાતના આધારે ડીવાયએસપી એમ.એસ. રાણા ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. આર.કે.ગોહીલ તાલુકા પીએસઆઈ લક્કડ વગેરે સ્ટાફે ગઈકાલે પાંચેય શખ્સોને ઝડપી લઈ વંથલી નજીક આ શખ્સોએ વાડીમાં છુપાવેલ ૧૩ કિ.ગ્રા. સોનું અને એઝાઝ પાસેથી પાંચ કિ.ગ્રા. સોનું જપ્ત કર્યું હતું. આ બનાવમાં મુખ્ય સુત્રધાર પેઢીનો ડ્રાઈવર હોવાનું જીલ્લા પોલસ વડા નિલેશ જાજડીયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
રાજકોટ પહોંચી એઝાઝને ગૌતમે જાણ કરી
લૂંટના પૂર્વયોજીત પ્લાન મુજબ ગૌતમ રાજકોટ પહોંચ્યો હતો અને એઝાઝને ફોન ઉપર જાણ કરી હતી તેથી એઝાઝ પોતાના સાગ્રીતોને લઈને નીકળ્યો હતો અને જેતપુરથી આગળ મામાદેવના મંદિર પાસેથી સીવીએમની ગાડીને આંતરી હતી.
મિલન ભૂત તાજનો સાક્ષી બનશે
આ બનાવમાં મિલન ભૂત ગભરાતો હોય પોલીસની શંકાના ઘેરામાં આવી ગયો હતો. જા કે બાદમાં તેણે તમામ વિગતો પોલીસને આપી હતી. ગુનો તેની નજર સમક્ષ બન્યો હોઈ પોલીસે તેને તાજનો સાક્ષી બનાવ્યો છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

+ 85 = 88

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud