જૂનાગઢ મનપાએ બરફના ર કારખાનાને શીલ મારી દીધા

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ મહાનગરપાલીકાની આરોગ્ય ટીમે શહેરમાં આવેલ બરફના બે કારખાનામાં ચેકીંગ હાથ ધર્યુ હતુ. ચેકીંગ દરમ્યાન અત્યંત દુષિત પાણીમાંથી બરફ બનતો હોવાનું જાણવા મળતા તાત્કાલીક ધોરણે બંને કારખાનાને સીલ મારી દેવામાં આવ્યા હતા. લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર બન્ને કારખાનેદારોને મનપાએ કડક તાકીદ પણ કરી છે. જા કે છેલ્લા ર૦ વર્ષથી ચાલતા આ કારખાના સામે કદી તંત્રએ ચેકીંગ કામગીરી જ કરી ન હતી. પરિણામે વધુ લોલમલોલ ચાલતું હતું.
જૂનાગઢમાં ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે બરફના વેચાણમાં ભારે ઉછાળો આવ્યો છે. શહેરમાં ગલીએ ગલીએ સોડા શરબતની રેકડીઓ તેમજ બીલાડીના ટોપની જેમ શેરડી અને કેરીનો રસ વેંચનારા ફુટી નીકળ્યા છે. આ બધાની માંગ વધતા કારખાનેદારો બરફ બનાવી તેને સપ્લાય કરતા હતા. પરંતુ નિતી નિયમોનો ઉલાળ્યો કરી અન્ય ડોકયુમેન્ટ ન હોવા ઉપરાંત જે પાણીમાંથી બરફ બનાવવાનો હોય તે પાણી પણ શુધ્ધ રાખવાની તસ્દી પણ કારખાનેદારોએ લીધી ન હતી. મનપાની આરોગ્ય ટીમે શહેરના કાળવા ચોકમાં આવેલ ભારત આઈસ ફેકટરી અને જીઆઈડીસી-૧માં આવેલ બાલાજી આઈસ ફેકટરીમાં ચેકીંગ કરતા અત્યંત વાસી અને પોરા વળી ગયેલા પાણીમાંથી બરફ બનતો હોવાનું જાણવા મળ્યું હતું. જેના કારણે મનપાની ટીમે બંને કારખાનાને શીલ મારી દીધા હતા. મનપાની ટીમ પણ ર૦ વર્ષ બાદ જાગી. આટલા વર્ષો સુધીમાં ચેકીંગ જ હાથ ધર્યુ ન હતું. પરીણામે રેઢા રાજ જેવા શાસનમાં બરફના કારખાનેદારોએ ફિલ્ટર પ્લાન્ટ વાસવવા જેવો ખર્ચ પણ કરવાની તસ્દી લીધી ન હતી. માત્ર કમાઈ લેવાની સ્વાર્થી વૃતીના કારણે લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરવામાં આવી રહયા છે. હાલમાં ઉનાળામાં પાણીજન્ય રોગચાળો વધવાની સંભાવના અનેકગણી વધી જતી હોય છે તેવામાં અત્યંત દુષિત પાણીના બરફના સેવનથી ટાઈફોડ, કોલેરા, કમળો સહિતની અનેક બિમારી થવાની સંભાવના વધી જાય છે. પાણી દુષીત હોવા ઉપરાંત કારખાના માટેના નિતી નિયમો મુજબના કોઈ ડોકયુમેન્ટસ પણ જાવા મળ્યા ન હતા. બબ્બે દસકાથી લોકોના આરોગ્ય જાખમાય તેવા બરફનું ઉત્પાદન કરનાર અને તેને ત્યાં ચેકીંગ ન કરનાર તંત્ર બંને એટલા જ જવાબદાર ગણાય. હવે મનપા તંત્ર માત્ર આટલા થી જ સંતોષ ન માની લેતા નિયમીત ચેકીંગ હાથ ધરે તેવી લોકોમાંથી માંગ ઉઠી રહી છે. આ ઉપરાંત અખાદ્ય કેરી કે જે કાર્બાઈડથી પકવામાં આવતી હોય તેવી ર૦૦ કીલો કેરી સક્કરબાગ નજીકથી વેપારીઓ પાસેથી લઈ તેનો નાશ કરાયો હતો અને કાર્બાઈડનો જથ્થો ઝડપી પાડયો હતો.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 5 = 2

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud