જૂનાગઢ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં તડાફડી

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ તા.રપ
જૂનાગઢ મનપાની જનરલ બોર્ડની એક મહત્વની બેઠક આજે ૧૧ કલાકે કોર્પોરેશન ખાતે મળી હતી આ બેઠકમાં પ્રજાકીય પ્રશ્ને શાસકપક્ષ અને વિપક્ષ વચ્ચે ગરમાગરમી થઈ હતી એક તકે તો ભારે તડાફડી પણ બોલી હતી.
જૂનાગઢ મનપામાં આજે જનરલ બોર્ડની બેઠક મળી હતી આ બેઠકમાં મનપાનાં મેયર આદ્યશકિતબેન મજમુદાર, કમિશ્નર સોલંકી તેમજ ડે.મેયર ગિરીશભાઈ કોટેચા તેમજ શાસકપક્ષનાં પદાધિકારીઓ, કોર્પોરેટરો ઉપÂસ્થત રહ્યાં હતાં જયારે શહેર કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષી નેતા કેપ્ટન સતિષચંદ્ર વિરડા અને કોગ્રેંસ પક્ષનાં કોર્પોરેટરો ઉપÂસ્થત રહ્યાં હતાં. આજની આ બેઠકનો રંગ કંઈક અલગ જ હતો અને પ્રજાકીય પ્રશ્ને વિપક્ષે આકરી રમાઝટી બોલાવી હતી. ખાસ કરીને તાજેતરમાં જ ગૌશાળામાં મુંગા પશુઓને મોકલવાનો બનાવ અને આ ગૌશાળામાં સંખ્યાબંધ પશુઓનાં મૃત્યું થયાના બનાવને લઈને આકરી પસ્તાળ પાડી હતી. જૂનાગઢ શહેરમાં ૧ થી ર૦ વોર્ડમાં ઠેર ઠેર ખાડા ખોદી નાંખવામાં આવ્યા છે. કાર્ય પુરૂ કરાતુ નથી. લોકોને ચાલવામાં અને વાહન ચલાવવા પ્રશ્ને અડચણ પડી રહી છે. કાર્ય પુરૂ થતું હોય ત્યાં ખડા પુરાતા નથી તે પ્રશ્ને દેકારો બોલાવ્યો
હતો.
વિપક્ષી નેતા કેપ્ટન સતિષચંદ્ર વિરડાએ આ મુદ્દો ઉઠાવી અને જવાબદારો સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી અને ગંભીર ગુનો દાખલ કરવાની માંગણી કરી હતી. તો આ તકે ડે.મેયર ગિરીશ કોટેચાએ જણાવ્યું હતું કે ગાયોનાં મૃત્યું અને ગૌશાળા પ્રશ્ને કોઈને પણ છોડવામાં નહીં આવે. ચમરબંધી હોય તેમનાં વિરૂધ્ધ પણ કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ ઉપરાંત કોંગ્રેસનાં કોર્પોરેટર વિજયભાઈ વોરાએ ઉપરકોટ ખાતે આવેલા તળાવો ઘણા સમય થયા સાફસફાઈ થઈ નથી જેને કારણે નળનાં પાણીમાં શંખ અને માછલા આવતા હોય જેથી તાત્કાલીક અસરથી આ એક પછી એક તળાવોને સાફ કરવાની માંગણી સાથે રજુઆત કરી હતી. આ તકે વોટર વર્કસ વિભાગનાં અલ્પેશ ચાવડાએ જણાવ્યું હતું કે સાથ સહકાર અપેક્ષા રાખી અને તળાવ સાફ કરવા અંગેનો નિર્દેશ આપ્યો હતો. આજની આ બેઠકમાં ડ્રાઈવરોની ભરતી બાબતનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. આજે બોર્ડની આ કાર્યવાહી દરમ્યાન પ્રજાકીય વિવિધ પ્રશ્નો અંગે વિપક્ષ કોંગ્રેસે પ્રજાકીય પ્રશ્ને આકરો મિજાજ દર્શાવ્યો હતો.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

+ 7 = 14

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud