એશીયા પેસેફીક માસ્ટર ગેમ્સ, મલેશીયામાં રમવા ગયેલા ખેલાડીઓએ ભારતનું નામ કર્યું રોશન

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

તા.૭-૯-૧૮ થી તા.૧૬-૯-૧૯ સુધી મલેશીયા મુકામે ચાલી રહેલા એશીયા પેસીફીક માસ્ટર્સ ગેમ્સમાં અલગ-અલગ રમતોમાં રવતુભા જાડેજા (૭૯ વર્ષ, ચક્રફેંક), બ્રોન્ઝ મેડલ હિરાલક્ષ્મીબેન વાસન (૭૮ વર્ષ, પ.કીમી.ચાલમાં) સિલ્વર મેડલ મેળવીને ભારત-ગુજરાતનું નામ રોશન કરેલ છે. યુવાનોને શરમાવે તેવી સ્ફુર્તીથી વિજેતા થયેલ છે. ખેલાડીઓેને તથા તેના માર્ગદર્શક અને મંડળનાં સેક્રેટરી હારૂન વિહળને મંડળનાં પ્રમુખ ઈકબાલભાઈ મારફતીયા, સંજયભાઈ કોરડીયા, માસ્ટર ગેમ્સ ફેડરેશન, ઈન્ડીયાનાં જનરલ સેક્રેટરી વિનોદકુમાર તથા ગુજરાતનાં માસ્ટર ખેલકુદ મંડળ ગુજરાતનાં પ્રમુખ જે.પી.કોટડીયાએ અભિનંદન આપેલ છે. અગાઉની ફ્રાન્સ મુકામે રવતુભા જાડેજા ભાગ લઈ ચુકયા છે જયારે ચીન મુકામે હિરાલક્ષ્મીબેન વાસને સિલ્વર મેડલ મેળવીને ભારતનું નામ રોશન કરેલ હતું આ વર્ષે પણ સફળતા મેળવીને તેની ફીટનેસનો પુરાવો આપ્યો છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

57 + = 59

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud