જૂનાગઢમાં દીકરીનો જન્મ થતા દિવડા પ્રગટાવી રેડકાર્પેટ સ્વાગત કરાયું

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

આજના કહેવાતા આધુનિક સમયમાં આજે પણ વ્યાપકપણે દીકરા-દીકરી વચ્ચેનો ભેદ જાવા મળે છે. હજારો લોકો સંતાન પ્રાપ્તીમાં પુત્રને પ્રાધાન્ય આપતા જાવા મળે છે. તેવી Âસ્થતિ વચ્ચે જૂનાગઢના સમુહલગ્નના પ્રણેતા અને સમાજ સેવક હરસુખભાઈ વઘાસીયાના દીકરીના ઘરે દીકરીનો જન્મ થતા ઘરે દિવડા પ્રગટાવી લાલ જાજમ બિછાવી નવાજત દીકરીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમનો આ પ્રેરક પ્રયાસ અન્ય લોકો માટે દાખલારૂપ બન્યો છે.
સૌરાષ્ટ્રભરમાં જાણીતા બનેલા લેઉવા પટેલ સમાજના નમુનેદાર સમુહલગ્નનું આયોજન કરનાર અને ગામડે ગામડે જરૂરીયાતમંદ બહેનોને સિલાઈ મશીન વિતરણ કરીને રોજગારીનું માધ્યમ પુરૂ પાડનાર જૂનાગઢના સમાજ સેવક હરસુખભાઈ વઘાસીયાની દીકરી શ્વેતા રાહુલ ઠુંમરના ઘરે તાજેતરમાં જ દિકરીનો જન્મ થયો હતો. દિકરી જન્મને પ્રોત્સાહન મળે અને સમાજને પ્રેરણા મળે તેવા આશયથી તેમણે આ નવજાત દિકરીને આવકારવાનો ભવ્ય કાર્યક્રમ રાખ્યો હતો.
નાનાના ઘરે ગૃહ પ્રવેશ નિમિત્તે આખા ઘરને ફુલો, ફુગ્ગા અને રીબીન જેવી વસ્તુઓથી સજાવવામાં આવ્યું હતું. દિપોત્સવીના પર્વની માફક દિવડા પ્રગટાવવામાં આવ્યા હતા તેમજ ઘરે કોઈ શાહી મહેમાન આવી રહ્યા હોય તેમ લાલ જાજમ બિછાવીને રેડકાર્પેટ સ્વાગત પણ નવજાત દીકરીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ખુશીના પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, દિકરી જન્મની યાદમાં આગામી દિવસોમાં પાંચ સર્વજ્ઞાતિય જરૂરીયાતમંદ બહેનોને સિલાઈ મશીન વિતરણ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સંખ્યાબંધ ગામડાઓમાં જ્ઞાતિના સંગઠન દ્વારા જ્ઞાતિ સમાજની વાડીના નિર્માણથી માંડીને આજના અદ્યતન સમાજમાં જાવા મળતા કુરીવાજા, દુષણો વગેરે દૂર કરવા માટે તેઓ દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તેવા સમયે દિકરી જન્મની વધામણીનો આ પ્રસંગ અન્ય લોકોને પણ પ્રેરણા પુરી પાડશે તેમના આ પ્રયાસને પરીવારજનોની સાથે વિવિધ સંસ્થાઓ સાથે જાડાયેલા આગેવાનોએ પણ આવકારી ખુશીની લાગણી વ્યકત કરી હતી.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 3 = 3

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud