ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં જૂનાગઢનો યુવાન અમીત રાઠોડ ૫૬.૪૭ મિનિટ સાથે ચેમ્પીયન

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢના ગિરનાર પર્વત પરની ૧૨મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આજે અનેરા ઉત્સાહ અને યુવા ખેલાડીઓના જુસ્સા સાથે યોજાઇ હતી. આ સ્પૂધામાં કુલ ૫૦૩ ખેલાડીઓએ તેમની એન્ટ્રી નોધાવી હતી.જેમાંથી ૧૧ રાજયના ૩૬૭ ખેલાડીઓ જોડાયા હતા.
નેશનલ કક્ષાની આ સ્પર્ધામાં ફરી વખત જૂનાગઢના ખેલાડીઓનો દબદબો રહયો હતો. ભાઇઓમાં સિનિયર કેટેગરીમાં જૂનાગઢના અમીત રાઠોડ ૫૬ મિનિટ ૪૭ સેકન્ડ સાથે, જૂનીયર ભાઇઓમાં લાલા ચિમનભાઇ ૫૯ મિનિટ ૪૬ સેકન્ડ સાથે અને સિનિયર બહેનોમાં મોરબીના ભૂત ભમિકાબેન ૩૯ મિનિટ અને ૭ સેકન્ડ તેમજ જૂનીયર બહેનોમાં કેશોદના ખીરસરાની કથુરીયા સાયરાબેન ઇબ્રાહીમભાઇ ૩૭ મિનિટ ૩૬ સેકન્ડ સાથે સૌથી પહેલા ગિરનાર સર કરતા તેઓ પ્રથમ વિજેતા જાહેર થયા હતા.
ભાઇઓ માટે અંબાજી સુધીના ૫૦૦૦ અને બહેનો માટે માળી પરબ સુધીના ૨૨૦૦ પગથીયા સુધીની સ્પર્ધા સમય મર્યાદા સાથે રાખવામાં આવી હતી. દરેક પ્રથમ વિજેતાને રાજય સરકાર દ્વારા રૂ.૫૦ હજાર, બીજા ક્રમને રૂ. ૨૫૦૦૦ અને ત્રીજા ક્રમને રૂ.૧૫૦૦૦ ચોથાને રૂ. ૧૨૫૦૦ પાંચમાને રૂ.૧૦૦૦૦ , છઠ્ઠાને રૂ. ૭૦૦૦ સાતમાને રૂ.૬૦૦૦ આઠમાને રૂ.૫૦૦૦ નવમાને રૂ.૪૦૦૦ અને દસમા ક્રમને રૂ. ૩૦૦૦ લેખે રોકડ ઇનામ અને ટ્રોફી તેમજ ગોલ્ડ, સિલ્વર, અને બ્રોન્જ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. એકથી દસ ક્રમમાં ગુજરાતની બહેનો વિજેતા ભાઇઓમાં એક થી દસમાં હરિયાણાના બે, રાજસ્થાન-ઉ.પ્ર.ના એક અને દિવના બે ખેલાડીઓ વિજેતા થયા હતા.
બપોરે યોજાયેલા ઇનામ વિતરણ સમારોહમાં મેયર આધ્યશકિતબેન મજમુદારે કહયુ કે ગુજરાત સરકાર રમત ગમત અને ખેલકૂદ યુવા પ્રવૃતિઓને પ્રોત્સાહન આપી રહી છે. ગિરનાર સ્પર્ધાના વિજેતા સ્પર્ધકોને અભિનંદન આપી ભાગ લેનારને પણ બિરદાવ્યા હતા.
કલેકટર ડો. સૌરભ પારધીએ કહયુ કે રમત ગમતથી શિસ્ત પણ વધે છે. શિસ્તથી જીવન ઘડતર થાય છે. તેઓએ ખેલાડીઓને અભિનંદન આપી સ્પર્ધામાં ભાગ લેનારને ઉત્સાહને વધાવ્યો હતો. ડે. મેયર શ્રી ગીરીશભાઇ કોટેચાએ ખેલાડીઓને બિરદાવ્યા હતા.
સવારે ૭ કલાકે ભાઇઓ અને બહેનોની ટીમોને મેયર આધ્યશકિતબહેન મજમુદાર, ધારાસભ્ય ભીખાભાઇ જોશીએ ફલેગઓફ આપી હતી. તેમજ શ્રીમતી જયોતીબેન વાછાણી યોગીભાઇ પઢીયાર રેવતુભા અને હિરાલક્ષ્મીબહેન વિગેરે ઉપસ્થિત રહયા હતા. બપોરે ઇનામ સમારોહમાં અગ્રણી શ્રી સંજય કોરડીયા હરેશ પરસાણા, પ્રાંત અધિકારી જવલંત રાવલ તેમજ એન.પી.ભાલોડયા શાળાના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહયા હતા.

 
Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 2 = 3

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud