Daily Newspapers, Junagadh, Gandhinagar, Gujarat, TV News, Video News, Samachar, Daily Weekly, Monthly, Online News, 24x7 News, સમાચાર, ટીવી સમાચાર, કેબલ સમાચાર, જુનાગઢ, ગાધીનગર, ગુજરાત, ગુજરાતી, દૈનીક, સાપ્‍તાહિક, માસીક,

Search By Date
 

સોરઠનું ભાતિગળ સમાજ જીવન-સંસ્‍કૃતિ

                      સોરઠી ગામઠાની ગામઠી શૈલી રીત-રીવાજો, લઢેણે, લોકકલા અને લોક સાહિત્‍યમાં આગવી ભાત ઉપવાસી છે. આપણું સમાજ જીવન આપણું પોતીકું સર્જન છે. લોકબોલી, પરંપરાગત પહેરવેશ, આપણી ઓળખ છતી કરે છે, અને સામાજિક સમરસતાના પ્રતિક લોકમેળા સમાજના જીવનની તાસીરના દર્શન કરાવે છે. લોકજીવન અને લોક સંસ્‍કૃતિ આપણું વાસ્‍તવીક પ્રતિબિંબ છે. આથી તો લોક-સંસ્‍કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. જૂનાગઢ જિલ્‍લામાં પટેલ, કોળી, આહિર, મેર, રબારી, કાઠી, ક્ષત્રિય, ખારવા, મુસ્‍લીમ, દલીત સહિત વિવિધ જાતિ-કોમના લોકો હળીમળીને રહે છે. લોકોને મુખ્‍ય વ્‍યવસાય કૃષિ, પશુપાલન અને માછીમાર છે. આ તમામ જાતિ-સમૂહના આગવા અને નિરાળા પહેરવેશ-વેષભૂષા, ઘરેણાં છે. ગ્રામ્‍ય વિસ્‍તારમાં રહેતા પટેલો સામાન્‍ય રીતે સફેદ લંઘો અને પહેરણ પહેરે છે. જયારે સ્‍ત્રીઓ મોટાભાગે પરંપરાગત સાડીમાં જોવા મળે છે. હા....કાનને લાંબા-લય કરી દેતી વજનદાર ટોટી (સોનાનું ઘરેણું) પહેરવાનું ભુલશે નહિં. પટેલ સમાજના યુવાનો પેન્‍ટ શર્ટમાં સજજ હોય છે. જયારે યુવતિઓ આધુનિક છે. તેમની જીવનશૈલીમાં પણ સમય સાથે તાલ-મેલ જોવા મળે છે. આ સમાજ પરિવતન જલદી અપનાવે છે. શિક્ષણનું વિશેષ પ્રમાણ છે, સંગઠીત છે અને મહેનતુ પ્રજા છે. ધંધા-ઉધોગ, કૃષિ અને રાજકીય ક્ષેત્રે આગળ પડતું સ્‍થાન ધરાવે છે. આહિરોનો આશરો અને ઓટો મોટો છે. અર્થાત આંગણે આવેલાને આશ્રય અને અન્‍ન આપવામાં આ સમાજ અગ્રેસર છે. લોકવાયકા મુજબ ભગવાન શ્રી કૃષ્‍ણે આહિરોને દેગે અને તેગે સાથે રહેવાનો કોલ આપ્‍યો છે. અર્થાત અન્‍ન આપનારનું અન્‍ન ખુટશે નહિં અને સત્‍યકાજે તલવાર ઉપાઠનાર હંમેશા વિજયી થશે તેવી માન્‍યતા છે. ગામઠી આહિરો ચોરણી ઉપર કેડીયું, પહેરણ કે ખીમસ પહેરે છે. ચોરણી માં પણ વિવિધતા ઉરેબી, જોરાવાળી ચોરણી અને માથે ઉનની સફેદ ટોપી કે જુની પેઢીના લોકો માથે પાઘડી પહેરે છે. અગાઉ કાનમાં ઠોરીયા, ભૂંગળી કે ચાપવા  પહેતા પણ હવે જવલ્‍લેજ જોવા મળે છે. જયારે આ સમાજની ગામડામાં રહેતી સ્‍ત્રીઓ ઘેરા-લાલ કે કાળા  કલરના થેપાડા-જીમી (પેયણા) અને લીલા અગર રાતા રંગના કપડા પહેરે છે. તેમા પણ હવે વિવિધતા આવી છે. માથે કાળુ ઓઢણું (પછેડો) કે પછી પુમછુ (અડધી સાડીનું રંગીન ઓઢણું) ઓઢે છે. કુંવારી સ્‍ત્રીઓ ગામડામાં થેપાડાના બદલે (સફેદ કલરનું વસ્‍ત્ર)  પહેરતી જોવા મળે છે. આહિર સ્‍ત્રીઓના ઘરેણામાં ઘણસ વિવિધતા જોવા મળે છે.ઝૂંમણું (૨પ થી ૩૦ તોલા સોનાનું) મગમાળા, મોહનમાળા, જુદા જુદા પ્રકારના હાર, પાવલા-કાઠલી ખાસ પ્રસંગોએ પહેરે છે. કાનમાં મોટા મોટા  વેડલા, ઠોરીયા કાયમ પહેરે છે. હવે યુવાનો પેન્‍ટશર્ટ પસંદ કરે છે અને યુવતીઓ પરંપરાગત પહેરવેશથી બહાર આવી આધુનિકતા અપનાવતી થઇ ગઇ છે. આ સમાજમાં શિક્ષણની ભુખ ઉઘઠી છે. સંગઠીત બનયા છે. અને ધંધા ઉધદોગ સહિત તમામ ક્ષેત્રે હવે કાઠુ કાઠી રહ્યાં છે. ઉપરાંત મેર, રબારી, અને કારડીયા સમાજ પણ તેના આગવા ખમીર અને ખંત માટે જાણીતા છે. રબારી પ્રજાનો પશુપાલન મુખ્‍ય વ્‍યવસાય છે. કારડીયા સમાજ પ્રગતીશીલ છે. દરિયાકિનારાના વિસ્‍તારોમાં સ્‍થાયી  થયેલ ખારવા પ્રજા તેની આગવી સંસ્‍કૃતિ, રહેણી કરણી, રીતિરીજાવોથી અલગ ભાત પાડે છે. આ સમાજના લોકોનો મુખય વ્‍યવસાય માછીમારી છે. જિલ્‍લામાં કોળી સમાજની મોટી વસ્‍તી છે. આ પ્રજા ખડતલ અને મહેનતુ છે.‍

Copyright (C) 2008. Saurashtrabhoomi.com Design By : Perfect Marketing.