ભકિત માર્ગના પુરસ્કર્તા શ્રી
નરસિંહ મહેતા
ગુજરાતી ભાષાના આદિકવિ ભકત શ્રી
નરસિંહ મહેતા વિષે ટુંકમાં એમ કહી શકાય, કે તેઓ ભકિત માર્ગના પુરસ્કર્તા તો હતા જ.
સાથોસાથ પ્રખર સમાજ સુધાકર પણ હતા.
આજના કોમ્પ્યુટર અને હરણફાળ ભરતા
વિજ્ઞાનયુગમાં, આપણો સમાજ હજુ પણ નાત-જાતના વાડાઓમાંથી સંપૂર્ણપણે મુકત થતો નથી
તયારે નરસિંહ મહેતાએ તેમના સમયમાં
આજથી પાંચસો વર્ષ પૂર્વે દલિતોના ઘરે જઇને, ભજનો ગાયા. એ યુગમાં તેમણે, સમાજમાં બહુ
મોટીક્રાંતિ કરી. તેથી તેઓ ક્રાંતિકારસ સંત છે. તેમ કહીએ તો કાંઇ ખોટું નથી.
આપણે જાણેએ છીએ કે નાગર જ્ઞાતિએ તેમને
નાત બહાર મુકયો. પરંતુ મહેતાજીએ જ્ઞાતિની કે કોઇની સામે કોઇ ફરીયાદ નથી કરી
ઉલ્ટાનું તેમણે ગાયું કે,
ઓ... રે... અમો એવા
રે ઓ,
વળી તમો કહો છો તેવા
રે,
મકિત કરતાં જો
ભ્રષ્ટ કહેશો તો,
કરશું દામોદરની સેવા
રે...
આમ આ નોખી માટીના માનવીને મન ભકિત જ
મહતવની છે. તેમને કોઇના તરફથી માઠું નથી લાગતું. ભાભીના મહેણાંથી તેઓ ગૃહત્યાગ
કરીને, જંગલમાં ચાલ્યા જાય છે. ત્યાં અપૂજ શિવમંદિરમાં શિવની પૂજા-તપશ્ર્વર્યા
કરી શિવજીને પ્રસન્ન કરે છે.
શિવની કૃપાથી, ભગવાન શ્રી કૃષ્પની
રાસ-લીલા નિહાળે છે. સંસારીમાંથી સિધ્ધ અને સંત બનેલા નરસિંહ ઘરે પાછા આવે છે અને
ભાભીના પાડ માનતા કહે છે કે...
ભાભીએ ભાગ્ય ઉદે
કર્યા,
મને કહ્યું જે કઠીન
વચન,
ત્યારે નરસૈયો નિરભય
થયો,
પામ્યો તે જગજીવન...
હદયની વિશાળતા અને ભાભી પ્રત્યેનો
પુજય ભાવ, ઉપરથી પંકિતમાં જોવા મળે છે. સંસારના કોઇ દુઃખની નરસિંહને પરવા થી. જીવન
સંગિની માણેકબાઇ મૃત્યુ પામે છે. તયારે તેઓએ ગાયું કે,
ભલુ થયું ભાંગી જંજાળ
સુખે ભજશું શ્રી
ગોપાળ...
આમ નરસિંહના જીવનમાં ભકિત જ કેન્દ્ર
સ્થાને છે. જગતનાં તમામ ધર્મો મોક્ષની વાત કહે છે. જન્મ-મરણના ફેરામાંથી સૌને
મુકિત જોઇએ છે. પણપ નરસિંહ તો અનોખા છે. તેખોને મન ભગવદ ભકિત જ સર્વસ્વ છે. જેની
પ્રતિતિ, નેમની નીચેની પંકિત દ્વારા થાય છે,
હરિના જન તો મુકિત
માંગે,
માંગે, જનમોજનમ અવતાર
રે,
નિત્ય સેવા,
નિત્ય-કિર્તન આચ્છવ,
નીરખવા નંદકુમાર
રે...
જો મોત મળી જાય અને ફરી જનમ ન મળે
તેનો નરસિંહને મન કોઇ અર્થ નથી કારણ કે જનમ્યા વગર ભકિત કેમ કરવી ? તેથી હરિનો
(પ્રભુનો) સાચો માનવી કદી મુકિત ઇચ્છતો નથી. જન્મોજન્મ અવતાર ઇચ્છે છે. જેથી
સતત ભકિત થતી રહે...
સંસારમાં રહેવા છતા. તેઓ જલકલવત
રહ્યા. ગીતાના કર્મયોગમાં પ્રબોધેલા સનાસત યોગના તેઓ સાચા યોગી હતા. સમાજે તેમને
બહું સંતાણ્યા. તેમ છતાં તેમને કોઇની સામે કટુતા ન રાખી.
નરસિંહ મહેતાની સર્જનયાત્રામાં આત્મ
ચરિત્રાત્મક રચનાઓ આખ્યાન અને કૃષ્ણ પ્રિતીના પદો મુખ્યત્વે છે. તેમનું
વૈષ્ણવજન ભજન આંતર-રાષ્ટ્રીય ક્ષેત્રે
પ્રસિધ્ધિ પામ્યુ છે.
નરસિંહ મહેતાની વાત ચાલે છે તયારે
દામોદર કૂંઠની વાત ન કરીતો આ લેખ અધૂરો ગણાય. નરસિંહની સાથે તેના જીવનની રોજીંદી
ઘટમાળ સાથે દામોદર કૂંઠ સંકળાયેલો છે. નરસિંહ અને દામોરકૂંઠ, એક સિક્કાની બે
બાજુસમાન છે. તેઓ કહે છે કે,
ગિરી તળેટી ને કૂંડ
દામોદર,
જયાં મહેતાજી ન્હાવા
જાય...
મહેતાજી દરરોજ વહેલી સાવરે તેમના
ઘરેથી, ચાલીને દામોદર કૂંડ જતા. ત્યાં જઇ સ્નાન કરી, કરતાલ વગાડતા, ભજન-કિર્તન
કરતા-કરતા પાછા કરે જતાં.
જેના સંદર્ભમાં દિવંગત સાંઇ કવિ શ્રી
મકરંદભાઇ દવેએ નોંધ્યું છે કે મહેતાની સાથે ચાલવું મુશ્કેલ. પણ આપણે તો ચાલીએ
એટલે ચાલવા માંડીએ, પણ મહેતા તો ચાલ સાથે કરતા વગાડતા જાય પદ સાથે પ્રાણને મિલાવતા
જાય. વળી વચ્ચે નાચી ઉઠે, કાંઇક ભાળતા હોય એમ ઉભા રહી જાય.
એટલે, આટલા વરસોથી નરસિંહનું રુપ અને
સિંહ-દ્રષ્ટી પારખવાં માટે આપણે સહુ કોશિષ કરીએ છીએ, પણ તેમની સાચી મુદ્રા અને
પદની ગતિ પરખાતી નથી. કોઇવાર એમ પણ લાગે છે કે, આપણી ભોમમાં આવી પઠેલો આ જુદા લોકનો
અનેજુદા મિજાજનો માનવી છે.
નરસિંહનગર (જૂનાગઢ)નાદિવંથત કવિ શ્રી
મનોજ ખંડેરિયા એ લખ્યુ છે કે,
તળેટીએ જતા હજુએવું
લાગે છે કે,
કરતાલ હનુ કયાક
વાગ્યા કરે છે...
નરસિંહ મહેતા જેવા સંત કવિની કર્મભૂમિ
જૂનાગઢની હવામાં આજે પણ કરતાલનો તાલ અને ભજનની ભકિતની અનૂભૂતિ મનોજભાઇની જેમ ઘણાં
ભકતજનોને થાય છે. નરસિંહની કવિતા અને તેની ભકિતની આ પરમશકિત હોય તેમ લાગે છે.