Daily Newspapers, Junagadh, Gandhinagar, Gujarat, TV News, Video News, Samachar, Daily Weekly, Monthly, Online News, 24x7 News, સમાચાર, ટીવી સમાચાર, કેબલ સમાચાર, જુનાગઢ, ગાધીનગર, ગુજરાત, ગુજરાતી, દૈનીક, સાપ્‍તાહિક, માસીક,

Search By Date
 

જૂનાગઢ સાહસિક રમત સ્‍પર્ધા

જૂનાગઢ શહેરથી પાંચ કી.મી.ના અંતરે આવેલા સુપ્રસિધ્‍ધ ગરવા ગિરનાર પર્વત ઉપરના અંબાજી મંદિર સુધી જવા માટેના પગથિયાઓ ઝડપી દોડીને ચઢીને ઉતરવા માટેની સાહસિક રમત સ્‍પર્ધા સૌ પ્રથમ સને ૧૯૭૧માં યોજાઇ આ સ્‍પર્ધા સાહસ શૈર્ય અને રોમાંચકથી ભરપુર છે.
 આ સ્‍પર્ધામાં જૂનાગઢ જિલ્‍લાના ૧૭ થી ૩પ વય જુથના કોઇપણ સ્‍પર્ધક ભાઇ બહેનો ભાગ લઇ શકે છે. તા. ૨પ/૧૧/૧૯૭૯ના યોજાયેલ સ્‍પર્ધામાં સૌથી નાની વયના સ્‍પર્ધક અને પ્રથમ વખત ભાગ લેનાર શ્રી દેવશી આંબલિયા નામના સ્‍પર્ધકે પ૬ (૪૦ મીનીટમાં પ૦૦૦ પગથિયા ચડી અને ૧૬ મીનીટમાં આ પગથિયા ઉતરી) મીનીટમાં ગિરનારના પગથીયા ચઠી-ઉતરીને નવો વિક્રમ સ્‍થાપિત કર્યો હતો.
 ત્‍યારબાદ આ સ્‍પર્ધા બંધ થઇ સને ૧૯૮પ અને ૧૯૯૧માં આ સ્‍પર્ધા યોજવામાં આવી હતી. પરંતુ આ સહસથી ભરપુર આ સ્‍પર્ધાને ફરી કાર્યાન્‍વીત કરવા તત્‍કાલીન કલેકટરશ્રી એમ.ડી.માંકડના પ્રયાસોથી આ સ્‍પર્ધા રાજય સરકારશ્રી દ્વારા યોજવા નિર્ણય લેવાયો અને કન્‍વીનર તરીકેની જવાબદારી આ સ્‍પર્ધાના અનુભવી અને રેકોર્ડ હોલ્‍ડર શ્રી ડી.વી. આંબલીયાને સોંપાઇ સર્વ પ્રથમ સને ૧૯૯૬માં રાજય સરકારશ્રીએ ભાઇઓ અને બહેનો બન્‍ને માટે અને ગુજરાત રાજયના કોઇ પણ સ્‍પર્ધકો માટે રાજય કક્ષાની સ્‍પર્ધાને બહાલી આપતાં હવે આ સ્‍પર્ધા રાજયના યુવક-યુવતીઓ કે જેની ઉમર ૧૩ થી ૩પ વર્ષની હોય તેવા સ્‍પર્ધકો માટે માટેની આ સ્‍પર્ધા સને ૧૯૯૬થી આજ દિન સુધી યોજવામાં આવે છે. છેલ્‍લી સ્‍પર્ધા ચાલુ વર્ષે તા. ર૧-૧-૨૦૦૭ના રોજ યોજવામાં આવી હતી. આ સ્‍પર્ધા દિન પ્રતિદિન ખુબજ પ્રચલીત થતી રહી છે, જેના કારણે સ્‍પર્ધકોની સંખ્‍યામાં પણ દિન પ્રતિદિન વધારો થતો રહ્યો છે. આ સ્‍પર્ધામાં રાજયના વિવિધ જિલ્‍લામાંથી ૮૦૦ જેટલા સ્‍પર્ધક ભાઇઓ અને ૪૦૦ જેટલી બહેનો ભાગ લેવા આવે છે. ચાર વિભાગમાં વય જુથ પ્રમાણે યોજાતી આ સ્‍પર્ધામાં પ્રથમ ૧૦ વિજેતાઓને યોગ્‍ય ,ારિતોષિકો, ઇનામો અને રોકઠ પુરસ્‍કાર એનાયત કરવામાં આવે છે. આ સ્‍પર્ધામાં સને ૧૯૭૯ના વર્ષમાં સ્‍થપાયેલ રેકોર્ડ ૨૨ વર્ષ બાદ સને ૨૦૦૨ની સ્‍પર્ધામાં શ્રી ભાલીયા કાનજી નામના સ્‍પર્ધકે માત્ર પપ મિનિટ ૩પ સેકન્‍ડમાં આ સ્‍પર્ધા પુરી કરી નવો  વિક્રમ સ્‍થાપ્‍યો, જે અતુટ છે. બહેનોની સ્‍પર્ધાનો રેકોર્ડ કુ. હેતલ ભેંસાણીયાના નામે છે જે ૩૭ મીનીટ ૧પ સેકન્‍ડમાં ૨૨૦૦ પગથિયા ચડી ઉતરવાનો છે. રાજય સરકારના યુવક સેવાઅને સાંસ્‍કૃતિક વિભાગ આયોજીત આ સ્‍પર્ધા એક વખત માણવા જેવી છે.

Copyright (C) 2008. Saurashtrabhoomi.com Design By : Perfect Marketing.