જૂનાગઢ શહેરમાં મંજુરી વિના જાહેરાતના બોર્ડ લગાવનારને કોર્પોરેશન દ્વારા આકરો દંડ ફટકારાયો  

જૂનાગઢ શહેરમાં મંજુરી વિના જાહેરાતના બોર્ડ લગાવનારને કોર્પોરેશન દ્વારા આકરો દંડ ફટકારાયો  

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૮
જૂનાગઢ મનપાનાં હદ વિસ્તારમાં કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી વગર રાધિકા બંગ્લોઝ દ્વારા જૂનાગઢના મધુરમ વિસ્તારમાં જાહેરાત બોર્ડ દ્વારા જાહેરાત કરતાં રાધિકા બંગ્લોઝ પાસેથી તા.૬-૭-૨૦૨૬ના રોજ રૂા.૮,૦૦૦/- તથા સહજ રાઇટીંગ કલાસીસ દ્વારા અલગ-અલગ વિસ્તારમાં જાહેરાત બોર્ડ દ્વારા જાહેરાત કરતાં સહજ રાઇટીંગ કલાસીસ પાસેથી તા.૭-૭-૨૦૨૬ના રોજ રૂા.૫૧૦૦/- તથા ધ ડ્રીમ નેસ્ટ દ્વારા અલગ-અલગ વિસ્તારમાં જાહેરાત બોર્ડ દ્વારા જાહેરાત કરતાં ધ ડ્રીમ નેસ્ટ પાસેથી તા.૩-૭-૨૦૨૬ના રોજ રૂા.૫,૦૦૦/-નો દંડ તથા કૃષ્ણમ્ પી.જી. દ્વારા મોતીબાગ વિસ્તારમાં જાહેરાત બોર્ડ દ્વારા જાહેરાત કરતાં કૃષ્ણમ્ પી.જી. પાસેથી તા.૦૬/૦૭/૨૦૨૬ના રોજ રૂા.૧,૧૦૦/-અને સ્વરાજ બોયઝ હોસ્ટેલ દ્વારા મોતીબાગ વિસ્તારમાં સ્ટીકર દ્વારા જાહેરાત કરતાં સ્વરાજ બોયઝ હોસ્ટેલ પાસેથી તા.૦૬/૦૭/૨૦૨૬ના રોજ રૂા.૫,૧૦૦/-નો દંડ વસુલવામાં આવેલ છે. ઉપરાંત શિવાજી બોયઝ હોસ્ટેલ દ્વારા મહાનગરપાલિકા જુનાગઢના મોતીબાગ વિસ્તારમાં સ્ટીકર દ્વારા જાહેરાત કરતાં શિવાજી બોયઝ હોસ્ટેલ પાસેથી તા.૦૬/૦૭/૨૦૨૬ ના રોજ રૂા.૫,૧૦૦/- તથા મુથૂટ મની દ્વારા ટીંબાવાડી વિસ્તારમાં સ્ટીકર દ્વારા જાહેરાત કરતાં મુથૂટ મની પાસેથી તા.૦૭/૦૭/૨૦૨૬ ના રોજ રૂા.૫,૦૦૦/- તથા અનુગૃહ ટયુશન કલાસીસ દ્વારા  ટીંબાવાડી વિસ્તારમાં સ્ટીકર દ્વારા જાહેરાત કરતાં અનુગૃહ ટયુશન કલાસીસ પાસેથી તા.૦૩/૦૭/૨૦૨૬ના રોજ રૂા.૧,૧૦૦/- તથા સરગમ દાંડીયા કોચીંગ કલાસીસ દ્વારા તળાવ દરવાજા વિસ્તારમાં સ્ટીકર દ્વારા જાહેરાત કરતાં સરગમ દાંડીયા કોચીંગ કલાસીસ પાસેથી તા.૦૬/૦૭/૨૦૨૬ના રોજ રૂા.૧,૧૦૦/- ના દંડની વસૂલાત કરી અને સ્ટીકર તથા જાહેરાત બોર્ડ પોતાના ખર્ચે જ ઉતારી લેવા તેમજ ભવિષ્યમાં આવી કોઈ ભૂલ ન થાય તેવી બાહેધરી પણ લેવામાં આવેલ છે. વધુમાં જૂનાગઢમાં કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી વગર આવી પ્રવૃતિ ન કરવા મનપાની યાદીમાં જણાવવામાં આવે છે.