ભારતીય મૂળની વિદ્યાર્થીનીએ એમેઝોન પરથી સાઇનાઇડ ઝેર ખરીદી આત્મહત્યા કરી

1441693847_Indian Origin Student Bought Cyanide From Amazon Claims Lawsuit-યૂનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના ખરાબ વર્તનના કારણે વિદ્યાર્થીનીએ આ પગલુ ઉઠાવ્યું

– અમેરિકામાં એમેઝોન પરથી ઝેર ખરીદીને અત્યાર સુધીમાં 11 લોકોએ આત્મહત્યા કરી

ન્યૂ યોર્ક તા. 8 સપ્ટેમ્બર 2015

ઇ-કોમર્સ ક્ષેત્રની દિગ્ગજ ઓનલાઇન રિટેલર કંપની એમેઝોન પર અમેરિકામાં ભારતીય મૂળની મહિલાએ કેસ ઠોકી દીધો છે. મહિલાએ પોતાની પુત્રીની આત્મહત્યાના કેસમાં કપંની પર એમ કહીને કેસ માંડી દીધો છે કે તેની 20 વર્ષીય પુત્રીએ એમેઝોન પરથી ઝેર ખરીદ્યું હતું. લગભગ 2 વર્ષ પહેલા મહિલાની પુત્રીએ 2013માં સાયનાઇડ ખાઇને પોતાનો જીવ આપી દિધો હતો.

અરજીમાં કહેવામાં આવ્યું હતું કે એમેઝોન 2 ફેબ્રુઆરી 2013 સુધી સાઇનાઇડ ઝેરનું વેચાણ કરી રહ્યું હતું. તેને અમેરિકામાં ગ્રાહકોએ 50થી વધારે વખત ખરીદ્યું હતું. આરોપ છે કે એમેઝોનથી ખરીદીને 11 લોકોએ આત્મહત્યા કરી લીધી હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર મહિલાએ યૂનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા પર પણ કેસ દાખલ કર્યો છે. મહિલાનો આરોપ છે કે તેમની પુત્રીનું યૂનિવર્સિટીના જ એક વિદ્યાર્થીએ જાતીય સતામણી કરી હતી પરંતુ યુનિવર્સિટીના વહિવટીતંત્રએ કોઇ કાર્યવાહી કરી નથી. તેનાથી કંટાળીને તેમની પુત્રીએ ડિસેમ્બર 2012માં વેબસાઇટ પર સાઇનાઇડનો ઓર્ડર આપ્યો હતો જેને કંપનીએ કિટન આઇટમમાં સામેલ કરી રાખ્યું હતું.

આ ઝેર ખાઇને જ વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી હતી. મહિલાએ પોતાની અરજીમાં કંપનીના વેન્ડર અને એમેઝોનની સામે ફરિયાદ દાખલ કરી છે. યૂનિવર્સિટી તરફથી આરોપી વિદ્યાર્થી તરફથી કોઇ પણ જાતની કાર્યવાહી ન કરવાના કારણે વિદ્યાર્થી ડિપ્રેશનમાં રહેતી હતી જેના કારણે તે દારૂની પણ લત લાગી ગઇ હતી. પરંતુ યૂનિવર્સિટીના વહિવટી તંત્રએ આરોપી પર કોઇ પણ જાતની કાર્યવાહી કરવાના બદલે વિદ્યાર્થીની સામે ખોટો અભિગમ અપનાવ્યો.

ત્યાં સુધી કે 2013માં પહેલા સેમેસ્ટરમાં તેના પર શિસ્ત તોડવાના આરોપ લગાવવામાં આવ્યો અને વર્ગોમાં તેને હાજરી પુરવા પર પણ પ્રતિબંધ મુકી દિધો હતો. એટલું જ નહીં તેની સામે લાગેલા આરોપો પર સુનાવણી ન થાય ત્યાં સુધી તેને હોસ્ટેલમાંથી પણ હાંકી કાઢવામાં આવી હતી.

Leave A Reply