સોનિયાના મોદી સરકાર પર આકરા પ્રહારો, સરકાર કહે છે કંઈક અલગ કરે છે કંઈક અલગ

News2_20150908113707011દિલ્હી ખાતે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ છે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અહીં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરવાનું ચૂક્યા ન હતા. તેમણે કહી દીધુ કે સરકાર કહે છે કઈક અલગ અને કરે છે કઈંક અલગ. આ ઉપરાંત પાકિસ્તાન બાબતે મોદી સરકારની નીતિની પણ ટિપ્પણી કરી હતી.

કોંગ્રેસના ટોચના નેતાઓ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓ આ બેઠકમાં હાજર છે. આ દરમિયાન સોનિયા ગાંધીએ જવાહરલાલ નહેરુને ટારગેટ કરતી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે નહેરુ કોંગ્રેસના કદાવર નેતા અને દેશના પહેલા વડાપ્રધાન હતાં. તેમણે કહ્યું કે મોદી સરકાર તેમના વચન પાળવામાં નિષ્ફળ ગઈ છે. આર્થિક પરિસ્થિતિ કથળી રહી છે અને ભાવ સતત વધી રહ્યાં છે. કમિટીની આ બેઠકમાં જેની સૌ કાગડોળે રાહ જોઈ રહ્યાં હતાં તે કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે પણ નક્કી થયું કે આગામી એક વર્ષ માટે પણ સોનિયા ગાંધી જ કોંગ્રેસના અધ્યક્ષ રહેશે.

અગાઉ રાહુલ ગાંધી અધ્યક્ષ બનશે એવી અટકળો થઈ રહી હતી કારણ કે કોંગ્રેસનો એક વર્ગ રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવા માટે માંગણી કરી રહ્યો હતો. સોનિયા ગાંધી 1998થી કોંગ્રેસના અધ્યક્ષ પદે છે. આ ઉપરાંત એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે જમીન સંપાદન બિલ મુદ્દે કોંગ્રેસ 20મી સપ્ટેમ્બરે દિલ્હીમાં એક રેલીનું આયોજન કરશે તથા રાહુલ ગાંધી આ રેલી પહેલા 19મીએ બિહારની મુલાકાત લેશે અને 21મી સપ્ટેમ્બરે વૃંદાવન જશે.

Leave A Reply