ખૂંખાર IS વિરુદ્ધ ભારતમાં બહાર પડાયો સૌથી મોટો ફતવો

News2_20150909121852546આખી દુનિયામાં દહેશત ફેલાવનાર ખૂંખાર આતંકવાદી સંગઠન આઈએસ વિરુદ્ધ ભારતમાં દુનિયાનો સૌથી મોટો ફતવો બહાર પડવામાં આવ્યો છે. દેશભરના 1050 ઇમામો અને મુફ્તિઓએ નિર્દોષ લોકોની હત્યા કરનારા આતંકી સંગઠન આઈએસનો ઉગ્ર વિરોધ કર્યો છે. આઈએસ દ્વારા હત્યાના વિડિયો અને તસવીરો પોસ્ટ કરવાને ગેરઇસ્લામિક અને શરીયતનું વિરોધી કૃત્ય ગણાવ્યું છે.

અમેરિકા, બ્રિટન, ચીન, ફ્રાન્સ અને યુએઈ જેવા દુનિયાના 47 દેશોના વડાઓની સાથે બહાર પાડવામાં આવેલા આ ફતવામાં આઈએસના એવા દાવાઓને ખોટા ગણાવ્યા છે જે ઇસ્લામિક અને શરીયત પ્રમાણે હિંસાને અંજામ આપે છે. ગત મહિનામાં બહાર પાડેલા ફતવા ઉપર સાઇન કરવાના દિલ્હી જામા મસ્જિદના શાહી ઇમામ, ઉલેમા કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, અજમેર દરગાહ, નિજામુદ્દીન ઔલિયા દરગાહ, દારુલ ઉલૂમ મોહમ્મદિયા, જમિયતુલ ઉલેમા મહારાષ્ટ્ર, જમિયત અહલે હદીસ મુંબઇ, રઝા એકેડમી, ઓલ ઇન્ડિયા તંઝીમ અમ્મે-એ-મસ્જિદ, આમિલ સાહેબ દાઉદી બોહરા, સૈયદ ઝહીર અબ્બાસ રિઝવી જૈનાબ્ય અને મોઇન અશરફ કચોચા દરગાહનો સમાવેશ થાય છે.

15 ઓગસ્ટના રોજ આ ફતવો સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ બાન કી મૂનને પણ આપવામાં આવ્યો છે. દારુલ ઉલૂમ અલી હસન અહલે સુન્નતના મુખ્ય સલાહકાર અને ઇસ્લામિક ડિફેન્સ સાઇબર સેલના અધ્યક્ષ ડો. અબ્દુલ રહીન અંઝારિયાના જણાવ્યા પ્રમાણે ‘અમે દરેક ઇસ્લામિક લીડર્સની સામે આઈએસના કૃત્યની પિટિશન રાખી છે. એક હજારથી પણ વધારે ધર્મગુરુઓએ આઈએસના કામને ગેરઇસ્લામિક અને અમાવનીય ગણાવ્યું છે.’ આ પિટિશનના આધારે ફતવો જાહેર કરાયો છે.

Leave A Reply