Tuesday, February 18

લાલુનો રણટંકાર : ચૂંટણીમાં ભાજપને નાલેશીભરી હાર આપીશું

News2_20150909171921792બિહાર વિધાનસભાની ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. ચૂંટણી જાહેર થતાં જ રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)ના સુપ્રીમો લાલુપ્રસાદ યાદવે રણટંકાર કરી દીધો છે. નિવેદનબાજીમાં માસ્ટર લાલુએ જણાવ્યું છે કે અમે સંપૂર્ણપણે સજ્જ છીએ અને ચૂંટણીમાં ભાજપને નાલેશીભરી હાર આપીશું.

ચૂંટણી જાહેરાત અંગે પ્રતિભાવ આપતાં લાલુપ્રસાદે જણાવ્યું હતું કે એક જ તબક્કામાં મતદાન યોજાયું હોત તો વધુ સારું થાત. આમ છતાં તમામ મતદાન કરવાની તક મળે તેનો ખ્યાલ રાખવો પડશે.

આ ચૂંટણી બિહારની નહીં પણ દેશની હોવાનું જણાવી લાલુપ્રસાદે પડકાર ફેંક્યો હતો કે PM મોદી માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.

Leave A Reply