Friday, September 20

Good News : કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 6 ટકાનો વધારો

News35_20150909131744953કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (ડીએ)માં  6 ટકાનો વધારો કરાયો છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આજે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.

આ સાથે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું બેઝિક પગારના 113 ટકાથી વધીને 119 ટકા થયું છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી એક કરોડ જેટલા કેન્દ્રીય કર્મચારીઓ તેમજ પેન્શનદારોને લાભ થશે.

1 જુલાઈ 2015થી કેન્દ્રીય કર્મચારીઓ મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા.

Leave A Reply