Friday, September 20

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૂગલ અને માઈક્રોસોફ્ટનાં સીઈઓને મળશે

1441949526_narendra-modi-in-usa– 23 સપ્ટેમ્બરે પીએમ નરેન્દ્ર મોદી ન્યૂ યોર્ક પહોંચશે

– અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ પોતે તૈયારીઓની સમીક્ષા લઈ રહ્યા છે


અમદાવાદ તા. 11 સપ્ટેમ્બર, 2015


26 અને 27 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાન ફ્રાંસિસ્કોની મુલાકાત દરમ્યાન વિશ્વના ટોચનાં વેપારીઓ સાથે મુલાકાત કરશે. તેમાં ગૂગલ, માઈક્રોસોફ્ટ, ક્વોલકોમ જેવી કંપનીઓ સામેલ છે. તે પહેલા તેઓ મેક ઈન ઈન્ડિયામાં ટોચના 35 મેન્યુફેક્ચરિંગ અને ફાઇનાન્શિયલ સંસ્થાઓનાં પ્રમુખો સાથે ન્યૂ યોર્કમાં મુલાકાત કરશે. જો કે આ મીટિંગ વિશે હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત માટે અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને ઉપરાષ્ટ્રપતિ જો બાઈડને તૈયારીઓ શરુ કરી દીધી છે. આ મુલાકાત માટે 23 સપ્ટેમ્બરે મોદી ન્યૂ યોર્ક પહોંચશે.

આ મુલાકાત ટ્રેડ અને વ્યવસાય માટે કેટલી મહત્વની છે એ વાતનો અંદાજો આ વાત પરથી લગાવી શકાય છે કે તેના માટે બંન્ને દેશોના ટોચનાં ઓફિસરો અત્યારથી તૈયારીઓ કરી રહ્યા છે. માત્ર આટલું જ નહીં અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ બાઈડન પોતે આ તૈયારીઓની સમીક્ષા લઈ રહ્યા છે. બાઈડન થોડાક વર્ષ પહેલા જ્યારે ભારત આવ્યા હતા તો તેઓએ ભારત પ્રવાસ દરમ્યાન બંન્ને દેશોનાં સંબંધો મજબૂત બનાવવાની વાત કહી હતી.

ક્યા-ક્યા જશે પીએમ મોદી-

– મોદી ટેસ્લા કંપનીના હેડક્વાર્ટર પણ જશે જે કેલિફોર્નિયાનાં પોલો ઓલ્ટોમાં સ્થિત છે. ટેસ્લા ઓટોમોબાઈલ અને એનર્જી સેક્ટરમાં અસાધારણ કામ કરી રહી છે.
– આ ઉપરાંત મોદી સ્ટેનફોર્ડ યુનિવર્સિટીનાં ડો. મનુ પ્રકાસને પણ મળી શકે છે. પ્રકાશ એક મોટા વૈજ્ઞાનિક છે, જેમને બનાવેલા 50 ટકા માઈક્રોસ્કોપ એશિયા અને આફ્રિકામાં વેચવામાં આવે છે.
– આ ઉપરાંત તેઓ સૈન જોસમાં ભારતીય સમુદાયનાં લોકોને પણ સંબોધિત કરશે.

Leave A Reply