બે નવા આઈફોન લોન્ચ થતા એપ્પલના આ ત્રણ ફોન થયા સસ્તા

1441952671_iphone– એપ્પલે તાજેતરમાં જ આઈફોન 6એસ અને આઈફોન 6એસ પ્લસ લોન્ચ કર્યા છે

અમદાવાદ તા. 11 સપ્ટેમ્બર, 2015

એપ્પલે તાજેતરમાં જ અત્યાધુનિક ફીચર્સથી સજ્જ બે નવા સ્માર્ટફોન આઈફોન 6એસ અને આઈફોન 6એસ પ્લસ લોન્ચ કર્યા છે. આ સિવાય એક વધુ ખુશખબર એ છે કે નવા ફોનનાં લોન્ચિંગ બાદ જ પોતાનાં 3 આઈફોન્સની કીંમતમાં જબરજસ્ત ઘટાડો કરી દીધો છે. તેમાં આઈફોન 5એસ, આઈફોન 6 અને આઈફોન 6 પ્લસ સામેલ છે. જ્યારે આઈફોન 5સીને બંધ કરી દીધો છે.

એપ્પલે આઈફોન 5એસ, આઈફોન 6 અને આઈફોન 6 પ્લસની કીંમતમાં 100 ડોલર(અંદાજે રૂ. 6317)નો ઘટાડો કર્યો છે. જો કે, કંપનીએ નવા આઈફોન 6એસ અને આઈફોન 6એસ પ્લસને ભારતમાં લોન્ચ નથી કર્યા. એટલે ઉપરનાં ત્રણ હેન્ડસેટ્સની કીંમતમાં ઘટાડો હજુ ભારતીય માર્કેટ માટે જાહેરાત નથી કરાયો.

Leave A Reply