હંદવાડામાં એન્કાઉન્ટરઃ સેનાના બે જવાનો શહીદ, બે આતંકીના મોત

1441951689_army-ceasefire– સુરક્ષાદળનાં પેટ્રોલિંગ દરમ્યાન સ્વયંસંચાલિત શસ્ત્રોથી અચાનક હુમલો કરી દીધો

– જંગલોમાં આતંકીઓ છુપાયાની માહિતી સુરક્ષાદળને મળતા શોધખોળ શરુ કરી હતી

અમદાવાદ તા. 11 સપ્ટેમ્બર, 2015

જમ્મૂ કાશ્મીરમાં કુપવાડા જિલ્લાનાં હંદવાડામાં સુરક્ષાદળ અને આતંકવાદીઓ વચ્ચે ગઈકાલ રાતથી ચાલુ ભારે મુઠભેડમાં બે જવાન શહીદ થયા છે, જ્યારે બે આતંકવાદીઓ માર્યા ગયા હોવાના સમાચાર છે.

રક્ષા મંત્રાલયનાં પ્રવક્તા કર્નલ એન.એન. જોશીએ જણાવ્યું કે, આ મુઠભેડ કાલે રાત્રે શ્રીનગરથી લગભગ 100 કિલોમીટર દુર હંદવાડામાં લારીબલ ગામના રાજવાડા જંગલોમાં એ સમયે શરુ થઈ, જ્યારે ત્યા જંગલોમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળતા સુરક્ષાદળોએ શોધખોળ અભિયાન શરુ કર્યું.

આ અભિયાન દરમ્યાન આતંકવાદીઓએ સુરક્ષાદળનાં પેટ્રોલિંગ પર સ્વયંસંચાલિત શસ્ત્રોથી અચાનક હુમલો કરી દીધો. સુરક્ષાદળોની જવાબી કાર્યવાહીમાં બે આતંકવાદીનાં મોત થયા જ્યારે મુઠભેડમાં રાષ્ટ્રીય રાઈફલ્સનાં બે જવાન પણ શહીદ થયા છે. મુઠભેડમાં હજુ ચાલું છે. સમાચાર છે કે કેટલાક આતંકવાદીઓ હજુ પણ જંગલમાં છુપાયેલા છે, જેની શોધખોળ કરાઈ રહી છે.

આ મુઠભેડ એ સમયે થઈ, જ્યારે સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરી સરહદ પર થતા ગોળીબારનાં મુદ્દાને ઉકેલવા માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ સુરક્ષા દળનાં ટોચનાં અધિકારીઓની બેઠક દિલ્હીમાં ચાલી રહી છે.

 

Leave A Reply