અફઘાનિસ્તાન: તાલિબાને જેલ પર હુમલો કરી 352 કેદીઓને છોડાવ્યા

1442213545_Taliban storms Afghan jail with suicide bombers releases over 350 prisoners– જેલમાં બંધ કેદીઓમાંથી 150 તાલિબાનના આતંકવાદીઓ

કાબુલ તા. 14 સપ્ટેબર 2015

અફઘાનિસ્તાનના ગજનીમાં એક જેલ પર હુમલો કરી તાલિબાનના આતંકવાદીઓએ લગભહ 352 કેદીઓને છોડાવી લીધા છે. જેમાં 150 તાલિબાનના કેદી પણ સામેલ છે. આ હુમલો રવિવાર-સોમવાર રાતના લગભગ 2 વાગ્યે કરવામાં આવ્યો. તાલિબાને દાવો કર્યો છે કે સુસાઇડ બોમ્બર્સ અને બંદૂકધારીઓએ આ આત્મઘાતી હુમલામાં 40 પોલીસ કર્મચારીના મોત નીપજ્યાં છે.

ગજનીના ગવર્નર ઓફિસમાં કાર્યરત સુરક્ષા અધિકારી અફસર મોહમ્મદ અલી અહમદીએ જણાવ્યું કે ઘટનાસ્થળ પર બે સંદિગ્ધ સુસાઇડ બોમ્બર્સની લાશ મળી છે. આ સુસાઇડ બોમ્બર્સે કારમાં બેસીને જેલના મેઇન ગેટને વિસ્ફોટથી ઉડાવી દીધો હતો. તેમણે જણાવ્યું કે ચાર સુરક્ષા કર્મચારી ઉપરાંત સાત અન્ય તાલિબાની આતંકવાદી આ ઘટનમાં માર્યા ગયા છે. સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે હુમલાખોરોએ અફઘાનિસ્તાન સૈનિકોની યુનિફોર્મ પહેરી હતી.

તાલિબાનના પ્રવક્ત્તા જબિઉલ્લાહ મુઝાહિદ્દએ કહ્યું કે જેલમાં બંધ તામામ કેદીઓને હુમલાખોરોએ રાતના બે વાગ્યે હુમલો કરી છોડાવી લીધા છે. જબિઉલ્લાહએ કહ્યું કે આત્મઘાતી હુમલાખોરોએ 40 અફઘાન સિક્યોરિટી અને જેલ ગાર્ડને મારી નાખ્યા અને આતંકવાદીઓને છોડાવી લીધા.

Leave A Reply