મુખ્યમંત્રી સાથેની બેઠક પહેલા PAASના કન્વીનરોની યોજાઈ બેઠક

News10_20150914164206478આજે મુખ્યમંત્રી સાથે પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતાઓની બેઠક પહેલાં PAASના નેતાઓની એક બેઠક ગાંધીનગર ખાતે મળી હતી. આ બેઠકમાં કુલ 144 પાટીદાર અનામત આંદોલન સમિતિના સભ્યોમાંથી મુખ્યમંત્રીને મળવા જનારાનું 21 લોકોનું એક ડેલિગેશન તૈયાર કરાયું છે. આ ડેલિગેશન જ મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરશે. આ બેઠક ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે યોજાઈ ગઈ છે.

પાટીદારો તેમણે નક્કી કરેલા સાત એજન્ડાઓ પર જ મુખ્યમંત્રી સાથે વાતચીત કરશે, જેમાં તોફાનો દરમિયાન પાટીદારો પર થયેલા પોલીસ દમનમાં સંકળાયેલા પોલીસકર્મીઓ પરની કાર્યવાહી મુખ્ય એજન્ડા છે. મુખ્યમંત્રી સાથેની આ બેઠકમાં સરદાર પટેલ ગ્રૂપના લાલજી પટેલ પણ જોડાશે, એ નિશ્ચિત મનાય છે.

સરકાર સાથે પાટીદાર કન્વીનરોની બેઠક સાડા ચાર વાગ્યે યોજાવવાની છે.  આ બેઠક અંગે સત્તાવાર રીતે 6 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરાશે અને પાટીદાર આંદોલન અંગે બનાવવામાં આવેલી કમિટીનું નેતૃત્વ કરી રહેલા નીતીન પટેલ આ પ્રેસ કોન્ફરન્સમાં સમગ્ર બેઠકની જાણકારી આપશે.

Leave A Reply