ઓબામાએ જે હોટલમાં રોકાવવાથી કર્યો ઇન્કાર તેમાં હવે રોકાશે મોદી

1442298384_modi will stay in the hotel in which obama denied to stay– ઓબામા આ વખતે વોલ્‍ડોર્ફ એસ્‍ટોરીયાને બદલે ન્‍યુયોર્ક પેલેસમાં રોકાશે

જોકે નરેન્દ્ર મોદી, પુતિન અને શી જિનપિંગ વોલ્‍ડોર્ફ એસ્‍ટોરીયામાં જ રોકાશે

નવી દિલ્હી તા. 15 ઓગસ્ટ 2015

યૂન જનરલ એસેમ્બલીમાં મીટિંગ માટે જઇ રહેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે હોટલમાં રોકાશે જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ રોકાણ કરવાથી ઇન્કાર કરી દીધો હતો. આ હોટલનું નામ છે વોલ્ડોર્ફ એસ્ટોરિયા. આ હોટલ પહેલા હિલ્ટન ગ્રુપની પાસે હતી પરંતુ ગત વર્ષે તેને ચીનની એક ઇન્શ્યોરન્સ ગ્રુપ અનબંગે ખરીદી લીધી હતી.

યુનોની મીટીંગમાં આવતા અમેરિકાના રાષ્‍ટ્રપતિ કાયમ એ હોટલમાં રહેતા હતા પરંતુ પહેલીવાર તેઓ બીજી હોટલમાં રહેશે. એમેરિકન એડમિનિસ્ટ્રેશનને ભય સતાવતો હતો કે જે રીતે ચીનએ સ્ટેટ ડિપાર્ટમેન્ટ અને વ્હાઇટ હાઉસના ડેટાને ચોરી લેવાની અને સાઇબર હેકિંગનો પ્રયત્ન કર્યો હતો તે રીતના પ્રયત્ન ચીન આ હોટલમાં પણ કરી શકે છે. આ ભયના કારણે અમેરિકાની સરકારે ઓબામાએ આ હોટલમાં ન રોકાવવાનો નિર્ણય લીધો છે. ઓબામા હવે ન્યૂયોર્ક પેલેસમાં રોકાશે. આ હોટલ આ વર્ષે સાઉથ કોરિયાની એક કંપનીએ ખરીદી છે. ઓબામાનો સ્ટાફ આ હોટલને વધારે સેફ માને છે.

જોકે પીએમ મોદી ઉપરાંત રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ વોલ્ડોર્ફ એસ્ટોરિયામાં જ રોકાવવા જઇ રહ્યાં છે. મોદી આ 23થી 28 સપ્ટેમ્બર સુધી અમેરિકામાં જ રહેશે. સૂત્રો અનુસાર પુતિન આ હોટલમાં એટલા માટે રોકાવવાના છે કારણકે  આ વખતે ઓબામા અહીં રોકાવવાના નથી. આમ તો હોટલ ન્યૂયોર્ક વડાપ્રધાન મોદીની ફેવરિટ છે પરંતુ આ વખચે મોદીને વોલ્ડોર્ફ એસ્ટોરિયામાં જ રોકાવવું પડશે.

Leave A Reply