માલકોમ ટર્નબુલે લીધા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન તરીકે શપથ

Malcolm Turnbullમાલકોમ ટર્નબુલે ઓસ્ટ્રેલિયાના નવા વડાપ્રધાન તરીકે શપથ લીધા છે અને આની સાથે જ તેઓ આઠ વર્ષના સમયગાળામાં દેશના પાંચમા વડાપ્રધાન બની ગયા છે. સત્તાધારી લિબરલ પાર્ટીમાં આંતરિક વિખવાદ અને બળવાખોરીને કારણે ટોની એબોટે વડાપ્રધાન પદ છોડવું પડ્યું હતું. એબોટે રાજીનામું ધરી દેતાં માલકોમ ટર્નલુબની વડાપ્રધાન પદ માટે પસંદગી કરવામાં આવી છે.

ગવર્નર જનરલ પીટર કોસગ્રોવે ટર્નબુલને વડાપ્રધાન પદના શપથ લેવડાવ્યા હતા. એબોટને પડકાર આપનાર ટર્નબુલે પાર્ટીની અંદર અચાનક થયેલા મતદાન બાદ નાટ્યાત્મક રીતે તેમને સત્તામાંથી નીકળી જવાની ફરજ પાડી હતી. દેશના 29મા વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા પછી તરત 60 વર્ષના નેતાએ ઓસ્ટ્રેલિયાને મંત્રણાત્મક શૈલીનું નવું નેતૃત્વ આપવાનો સંકલ્પ કર્યો છે.

ટર્નબુલે જણાવ્યું કે આ પ્રકારના ઘટનાક્રમની આશા નહોતી, પરંતુ આ જવાબદારીને લઇને ગૌરવ અનુભવું છું. ગઇ રાતે પાર્ટીના નેતૃત્વને કારણે મતદાનમાં 57 વર્ષના એબોટને 44 વોટ મળ્યા હતા, જ્યારે ટર્નબુલને 54 વોટ મળ્યા હતા. પૂર્વ બેન્કર ટર્નબુલને પ્રભાવશાળી વિદેશ મંત્રી જુલિયા બિશપનું મજબૂત સમર્થન છે. ટર્નબુલ આગામી સપ્તાહમાં કેબિટનેટમાં ફેરફારો કરે એવી સંભાવનાઓ છે.

Leave A Reply