બિહાર ચૂંટણી: માંઝીની નાવ હાલકડોલક, પક્ષના વરિષ્ઠ નેતાએ આપ્યું રાજીનામું

News2_20150915172641050બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીના નવા પક્ષ હિન્દુસ્તાની અવામ મોરચા (હમ)ને મંગળવારે એવો ઝટકો વાગ્યો કે માંઝીની રાજકીય નાવ ફરી હાલકડોલક થવા લાગી છે. માંઝીની પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવેન્દ્ર યાદવે બિહાર વિધાનસભાની ચૂંટણી માટે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (એનડીએ)માં ‘હમ’ને ઓછી બેઠકો મળતાં નાખુશ થઈને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.

દેવેન્દ્ર યાદવે કહ્યું કે માંઝીના રાજગમાં બેઠકોના વિભાજનમાં માત્ર 20 બેઠકો સ્વીકારી લીધી હોવાથી તેઓ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. તેમણે કહ્યું કે ‘માંઝીને બેઠકોની વહેંચણીમાં ખેરાતમાં આપી હોય એટલી બેઠકો અપાઈ છે. પાર્ટીના નેતાઓ અને કાર્યકરો બેઠકોની વહેંચણીના મામલે હમ સાથેના વ્યવહારથી બહું જ નાખુશ છે. ‘હમ’ના પ્રવક્તા દાનિશ અલીએ દેવેન્દ્ર યાદવના રાજીનામાની પુષ્ટિ કરી છે, પરંતુ જણાવ્યું છે કે તેમનું રાજીનામું પાર્ટીના મુખ્યાલય સુધી પહોંચ્યું નથી.

ઉલ્લેખનીય છે કે ‘હમ’ના સૂત્રોએ જણાવ્યું કે દેવેન્દ્ર યાદવ પાર્ટીને એનડીએમાં મળેલી 20 બેઠકોમાંથી પોતાના જૂથ માટે ઓછામાં ઓછી પાંચ બેઠકોની માંગણી કરી રહ્યા હતા, જેને માંઝીએ સ્વીકાર કર્યો નહોતો. આ જ કારણે દેવેન્દ્ર યાદવે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.

Leave A Reply